આઇપીએલની ટીમ માટે ગીત ગાયું શાહરૂખે

08 February 2019 01:13 PM
Entertainment Sports
  • આઇપીએલની ટીમ માટે ગીત ગાયું શાહરૂખે

Advertisement

શાહરૂખ ખાન લગભગ વીસ વર્ષ બાદ ફરી ગીત ગાશે. આઇપીએલ (ઇન્ડિયન પ્રિમીયર લીગ)માં શાહરૂખની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ જયારે પણ મેદાન પર ઉતરે છે ત્યારે એના ચાહકો કોરબો લોરબો જીતબો રે...ના રાગ દ્વારા મેદાન ગજાવી મૂકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગને હવે એક મહિનો બાકી હશે ત્યારે શાહરૂખ તેની ટીમની એન્થમ માટે અવાજ આપશે. શાહરૂખે છેલ્લે 2000માં આવેલી ‘જોશ’માં અપુન બોલા ગીત ગાયું હતું. જો કે તેની પાસે બપ્પી લાહિરીએ આટલા વર્ષ બાદ ફરી ગીત ગવડાવ્યું છે. શાહરૂખની ટીમ માટે બપ્પી લાહિરીએ ગીત કમ્પોઝ કર્યુ છે. આ વિશે વધુ જણાવતાં બપ્પી લાહિરીએ કહ્યું હતું કે આ નવા ગીતનું નામઅ એવરીબડી રન, રન, રન આપવામાં આવ્યું છે અને એ કોરબો, લોરબો, જીતબો રે...ને સિમિલર છે. આ એક સોલો સોન્ગ છે જેને શાહરૂખ ખાન દ્વારા ગાવામાં આવ્યું છે અને એને અરેન્જ મેં અને મારા દીકરા બપ્પાએ કર્યુ છે.શાહરૂખ હંમેશા તેના સ્વભાવ પ્રમાણે તેના સિન્ગિંગની મજાક કરતો રહે છે. તેણે તેની 27 વર્ષની કરીઅરમાં જોશ બાદ 2012માં આવેલી જબ તક હૈ જાનની કવિતા ગાઇ હતી. આ ગીત માટે શાહરૂખ અવાજ નહોતો આપવા માંગતો એવું જણાવતાં બપ્પી લાહિરીએ કહ્યું હતું કે તે પહેલા ખૂબ જ શરમાઇ રહ્યો હતો અને મેં જીદ કરી હોવાથી તેણે અવાજ આપવા માટે તૈયારી દેખાડી હતી. અમે આ ગીતને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રેકોર્ડ કર્યુ હતું. જો કે આ ગીતને શાહરૂખ મેચના થોડા સમય પહેલા રિલીઝ કરવા માંગતો હતો. આ ગીતનું રેકોર્ડીંગ કરવા પહેલા એનું ચાર દિવસ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ ગીત જે રીતે બન્યું છે એનાથી હું ખૂબ જ ખુશ છું. શાહરૂખે એક પ્રોફેશનલ સિંગરની જેમ રેકોર્ડ કર્યુ છે.


Advertisement