‘નમો કવાર્ટઝ’નું નિર્માણ : મોરબીથી પૂરાદેશમાં પહોંચશે ભાજપના પ્રચારડંકા

08 February 2019 11:35 AM
Morbi Gujarat Politics
  • ‘નમો કવાર્ટઝ’નું નિર્માણ : મોરબીથી પૂરાદેશમાં પહોંચશે ભાજપના પ્રચારડંકા
  • ‘નમો કવાર્ટઝ’નું નિર્માણ : મોરબીથી પૂરાદેશમાં પહોંચશે ભાજપના પ્રચારડંકા

લોકસભાની ચૂંટણી માટે વધુ એક ઇનોવેટીવ પ્રચાર : અન્ય રાજયોમાં પણ મોકલાશે ઘડિયાલો: વડાપ્રધાનના હસ્તે જ લોન્ચીંગનો વિચાર : લાતી પ્લોટના યુનિટને મોટો ઓર્ડર

Advertisement

(હિમાંશુ ભટ્ટ) મોરબી તા.8
લોકસભાની ચુંટણી માટે રણશિંગું ફુકવામાં આવે ત્યાર પહેલાથી જ લોકો સુધી પહોચવા માટેની કવાયત રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવતી હોય છે અને ખાસ કરીને જો ભાજપની વાત કરીએ તો દરેક વખતે ચુંટણી પહેલા જ લોકો સુધી પહોચવા માટે કોઈને કોઈ ઇનોવેટીવ આઈડિયા લઇ આવવામાં આવતા હોય છે તે હક્કિત છે દરમ્યાન આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે અને ન માત્ર લોકોના માનસ સુધી પરંતુ મતદારોના ઘર ઘર સુધી કેન્દ્ર સરકારની યોજનાઓને પહોચાડવા માટે આ વખતે મોરબીની નમો ક્વાર્ટઝ વોલ કલોક માધ્યમ બનશે અને હાલમાં તેનું મોરબીમાં પપ્રોડક્શન પણ શરુ કરી દેવામાં આવ્યું છે.
મોરબી શહેર ઓદ્યોગિક નગરી તરીકે જગ વિખ્યાત છે અને અહી બનતી ઘડિયાળ, સિરામિક ટાઈલ્સ દેશ અને વિદેશમાં મોકલાવવામાં આવે છે તે વાત કોઇથી પણ અજાણી નથી જો કે, હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મોરબી શહેરની વધુ એક સિદ્ધિ...આ વાત સંભાળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના લાતી પ્લોટમાં આવેલા ઘડિયાળના કારખાનામાં બનાવવામાં આવતી વોલ કલોકને દેશના ખૂણેખૂણામાં મોકલાવવામાં આવે છે અને મોટાભાગ તેનો ઉપયોગ એક મેકને ગીફ્ટ દેવામાં થતો હોય છે. જો કે, હવે મોરબીમાં બનેલી ઘડિયાળ થકી ચુંટણી પહેલા કેન્દ્ર સરકારની સેવાઓ અને સિધ્ધિઓનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને તેના માટેની તડામાર તૈયારીઓ હાલમાં ચાલી રહી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં નમો ક્વાર્ટઝના નામથી નરેન્દ્ર મોદીના ફોટો અને સરકારની જુદીજુદી એક કે બે નહિ પરંતુ છેલ્લા ચાર વર્ષમાં અમલમાં મુકવામાં આવેલ 12 જેટલી યોજનાઓની માહિતી અને ખાસ કરીને લોગો સાથેની વોલ કલોક ઘડિયાળનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે અને આગમી દિવસોમાં દિલ્હીથી જે રીતે સૂચનાઓ મળતી રહે તે રીતે દેશના જુદાજુદા રાજ્યમાં મોરબીના લાતી પ્લોટમાં બનેલી નમો ક્વાર્ટઝનો જથ્થો મોકલાવવામાં આવશે અને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી ઘડિયાળના માધ્યમથી પહોચાડવા માટે જુદાજુદા મોડલની કુલ મળીને એક લાખથી વધુ ઘડિયાળ બનાવવા માટેનો ઓર્ડર કારખાનેદારને દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ઘડિયાળના પ્રોડક્શનમાં વધારો થાય તેવી પુરેપુરી શક્યતા છે.
છેલ્લા ઘણા વર્ષોથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં વોલ કલોકનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને અહી બનતી ઘડિયાળ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ઘડિયાળ દરેક ઘરમાં હોય છે જેથી લોકોના ઘર અને મન સુધી પહોચવા માટે વોલ કલોક સરળ પ્રચારનું માધ્યમ બને તેમ હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારની લોક ઉપયોગી યોજનાઓને ઘર ઘર સુધી પહોચાડવા માટે વોલ કલોક પસંદ કરવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેદ્ર મોદીના ફોટો સાથે જુદીજુદી સરકારી યોજનાના લોગો મુકીને નમો ક્વાર્ટઝના એક કે બે અહીં પરંતુ 12 મોડલ દિલ્હીથી સિલેક્ટ કરવામાં આવ્યા છે અને મોટાભાગની ઘડિયાળમાં માત્ર નરેન્દ્ર મોદીના ફોટોને જ મોકવામાં આવેલ છે જો કે, તે મોડલ પૈકીના એક મોડલમાં ભાજપના પાર્ટી ચિન્હ કમળમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, શ્યામા પ્રસાદ મુખાજી, માજી વડાપ્રધાન અટલ બિહારી બાજપાય, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતના ફોટો મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે તેવું જાણવા મળેલ છે.
ઇનોવેટીવ આઇડીયા
મોરબી શહેર ભાજપના મહામંત્રી હસુભાઈ પંડ્યા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ દ્વારા દરેક ચુંટણી સમયે વધુમાં વધુ લોકો સુધી પહોચી શકાય તે માટે ઇનોવેટીવ આઈડિયા લઇ આવવામાં આવે છે. જેના ભાગરૂપે આગાઉ સરકારની વિકાસની વાતો લોકો સુધી પહોચાડવા માટે થ્રીડી સભા તેમજ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જોકે આગામી લોકસભાની ચુંટણીમાં લોકો સુધી પહોચવા માટે જુદીજુદી જગ્યાએ નજર કરવામાં આવી રહી હતી દરમ્યાન લોકોના ઘર ઘર સુધી પહોચવા માટે મોરબીની ઘડિયાળા આકર્ષક હોવાથી હાલમાં તેના ઉપર પસંદગી ઉતારવામાં આવી છે અને ઘડિયાળના માધ્યમથી લોકોના ઘર સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં પહોચશે તે મોરબીના ન માત્ર ઉદ્યોગકારો પરંતુ લોકો માટે પણ ગૌરવની વાત છે.
સૌ.યુની.ના સીન્ડીકેટ સભ્ય અને મોરબી ભાજપના આગેવાન જે.પી.જેસ્વાણી સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, સામાન્ય રીતે કોઇપણ નાગરિકને કેન્દ્ર સરકારની છેલ્લા ચાર વર્ષની ઉપલબ્ધિઓ વિષે પૂછવામાં આવે તો તે નોટબંધી, જીએસટી વિગેરેની વાત કરતા હોય છે માટે તે ભ્રમણામાંથી લોકો બહાર આવે તે જરૂરી છે જેથી લોકોના ઘર સુધી કેવી રીતે પહોચી શકાય તેની વિચારણાના અંતે મોરબીની ઘડિયાળને સરકારી યોજનાઓ લોકો સુધી પહોચાડવા માટે પસંદ કરવામાં આવી છે.
મોરબી આમ પણ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં લોકપ્રિય શહેર રહ્યું છે અને બન્ને સરકાર તરફથી અહીના ઉદ્યોગકારોને ઘણી રહતો યેનકેન પ્રકારે મળી રહી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે દેશના જુદાજુદા રાજ્યોમાં બનતી અવનવી પ્રોડક્ટમાંથી ગુજરાતના મોરબી શહેરમાં બનતી વોલ ક્લોકને કેન્દ્ર સરકારની કામગીરીને જનજન સુધી પહોચાડવા માટે પસંદ કરવામાં આવી છે જે મોરબી માટે ગૌરવની વાત છે અને તેનાથી વિશેષ વાત કરીએ તો આગામી દિવસોમાં દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નારેદ્ન મોદીના હસ્તે જ આ નમો ક્વાર્ટઝ લોન્ચ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.


Advertisement