ભારતના પ્રવાસ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

07 February 2019 05:49 PM
Sports
  • ભારતના પ્રવાસ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

Advertisement

નવી દિલ્હી: આગામી સમયમાં ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા ભારતમાં બે ટી20 તથા પાંચ વનડે મેચ રમશે અને પ્રવાસનો પ્રારંભ 24 ફેબ્રુઆરીથી બેંગ્લોરમાં પ્રથમ ટી20 રમશે. જો કે આ પ્રવાસમાં મિશેલ સ્ટાર્કને ટીમમાં સમાવાયો નથી. તેને સ્નાયુમાં ઈજા છે જે ભારત માટે મોટી રાહત હશે તો જોશ હેથલવુડ પણ ઈજાગ્રસ્ત છે તેથી ટીમમાં નથી. ઝડપી બોલર પીટર સીડલી બીલી સ્ટેનલેક અને ઓલરાઉન્ડર મિશેલ માર્શ પણ ટીમમાં નથી.
ટીમ: એરોન ફીંચ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હેન્ડસકોબ, ગ્લેન મેકસવેલ, એશન ટર્નર, માર્કસ સ્ટોઈનીચ, એમેકસ કેરી, પેટ કયુમીસ, નાથન કુલ્ટર નાઈલ, જે રીચર્ડસન, કેન રીચર્ડસન, જેસન બેહરેનડોફી, નાથન તથા એડમ જેવા અને ડોર્સી શોર્ટનો સમાવેશ થાય છે.


Advertisement