સામતભાઈ જેબલીયા દ્રારા રાજકોટના પ૦ ગૌરક્ષકોની નિમણુંક કરી

06 February 2019 03:03 PM
Botad
  • સામતભાઈ જેબલીયા દ્રારા રાજકોટના પ૦ ગૌરક્ષકોની નિમણુંક કરી

બોટાદના ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી

Advertisement

(ઘનશ્યામ પરમાર) બોટાદ તા. ૬ ભારતભરમાંથી ગૌહત્યા અટકાવવા અને ગાયમાતાને રાષ્ટ્રીયમાતા જાહેર કરવા મેદાને પડેલ જગતગુરૂ શ્રી શંકરાચાયૅજી મહારાજ શ્રી માધવાશ્રમજી મહારાજની અઘ્યક્ષતામાં કાયૅરત અખીલ ભારતીય સવૅદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિ કિશાન મંડળ દિલ્હીના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજયના ઉપાઘ્યક્ષ તરીકેની બેવડી જવાદબારી સંભાળી જીવના જાેખમે માનદ સેવા અાપતા બોટાદના સામતભાઈ જેબલીયા દ્રારા રાજકોટના સંદિપકુમાર પંડયાની સાથે અાવેલ પચાસ (પ૦ા નવલોહીયા યુવાને કે જેઅો પ્રાણની અાહુતી અાપીને પણ ગૌહત્યા અટકાવશે તેઅોને ગૌરક્ષક સમિતિમાં નિમણુંક કરતા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તેમજ ગૌરક્ષા સમિતિના રાજકોટ તાલુકા પ્રમુખ તરીકે સંદિપકુમાર પંડયા અને ઉપપ્રમુખ તરીકે પૃથ્વીરાજસિંહ ઝાલા અન ગૌરાંગભાઈ પંડયાની નિમંણુક કરવામાં અાવતા ગુજરાતભરના ગૌરક્ષકોમાં દિવાળી જેવો અાનંદનો માહોલ સજાૅયેલ. બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્રારા અેકાવન હજાર (પ૧૦૦૦) થી વધારે ગોરક્ષકોની નિમણુંક કરી ચુકયા છે. અને સામતભાઈ જેબલીયા અને તેમને નિમણુંક કરેલ ગૌરક્ષકોની ફોજ દ્રારા ગુજરાતભરમાંથી કતલખાને જતા અેકવીસ હજાર (ર૧૦૦૦) ઉપરાંત અબોલ પશુ (ગૌવંશ) બચાવી બે્રક રેકોડૅ કામગીરી કરી ચુકેલ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની અાવી ગૌરક્ષની શુભ કામગીરીથી ભારતભરના સંતોરુમહંતો સામાજીક, ધામિૅક સંસ્થાઅોના વડાઅો અને ખુદ જગતગુરૂ શંકરાચાયૅજી મહારાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીઅેપણ સામતભાઈને સન્માનપત્રો અને શીલ્ડમેડલો અાપી સન્માનીત કરેલ છે.


Advertisement