હડાળા ભાલના બળદેવ સોલંકીને અેક વષૅની સજા ફરમાવતી બોટાદ કોટ

05 February 2019 02:44 PM
Botad

ચેક રીટનૅ કેસમાં

Advertisement

(દિનેશ બગડીયા) બોટાદ તા. પ સદરહું કેસની વિગત અેવી છે કે અા કામના ફરીયાદી સોલંકી હાલુભાઈ દાનસંગભાઈ હાલ રહે. બોટાદ વાળાઅે અા કામના સામાવાળા બળદેવભાઈ રતનસંગભાઈ સામે ગઈ તા. ૦૪/૦૮/ર૦૧૭ ના રોજ ચેક રીટૅન અંગેની ફરીયાદ બોટાદનછી અદાલતમાં કરેલી હતી. જે કેસ બોટાદના મહે. જયુ. મેજી. ફ.ક. અેસ.પી. ચોપરાની અદાલતમાં ચાલી જતાં ફરીયાદી તથા તેમણે રજુ કરેલા લેખિત તેમજ મૌખિક પુરાવાઅોને ઘ્યાને લઈને સામાવાળા બળદેવભાઈ રતનસંગભઈ સોલંકીને ૧ વષૅ (અેક)ની કેદ સજા અને ૪ લાખ પૂરાનો દંડ કરેલ. સદરહું કેસમાં ફરીયાદ પક્ષે સી.અેન. શેખ હાજર રહ્યા હતાં.


Advertisement