કલાયમેટ ચેન્જ ઈફેકટ: દરિયાના પાણીના રંગ પણ બદલાશે

05 February 2019 02:26 PM
India
  • કલાયમેટ ચેન્જ ઈફેકટ: દરિયાના પાણીના રંગ પણ બદલાશે

વર્ષ 2100 સુધીમાં વિશ્ર્વના અર્ધાથી વધુ મહાસાગરોના પાણીના કલરમાં બદલાવ આવવાનો વૈજ્ઞાનિકોનો અભ્યાસ

Advertisement

નવી દિલ્હી તા.5
વિશ્ર્વભરમાં કલાયમેન્ટ ચેન્જ (આબોહવા પરિવર્તન) નવા-નવા પરચા બતાવી જ રહ્યું છે ત્યારે હવે એક અભ્યાસમાં એવુ બહાર આવ્યુ છે કે 2100 સુધીમાં દરિયામાં પાણીના રંગ પણ બદલાઈ જશે.
નેચર કોમ્યુનીકેશન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ પ્રમાણે કલાયમેન્ટ ચેન્જની વિશ્ર્વભરના સમુદ્રો પર પ્રભાવ પડી રહ્યો છે. આવનારા દાયકાઓમાં પાણી બ્લુ અથવા લીલા બનવાની પ્રક્રિયા વધુ તેજ થઈ શકે છે. સેટેલાઈટ ઈમેજ થકી આ બદલાવ માલુમ પડી રહ્યા છે. તે રોકવા માટે મોટા પ્રમાણમાં મરીન ઈકો સીસ્ટમમાં બદલાવ કરવા પડે તેમ છે.
અભ્યાસના તારણ મુજબ વર્ષ 2100 સુધીમાં વિશ્ર્વના અર્ધોઅર્ધ મહાસાગરોના પાણીના કલર બદલાઈ જશે.
વિશ્ર્વભરના દરિયાઈ વનસ્પતિમાં અસાધારણ બદલાવ થઈ રહ્યો છે. છેલ્લા જેલીફીશ સહીતના દરિયાઈ જીવોને તેના થકી ખોરાક મળતો રહે છે.
વિજ્ઞાનીઓએ દરિયાઈ વનસ્પતિથી માંડીને અનેકવિધ પાસાઓનો અભ્યાસ હાથ ધર્યો હતો અને તેમાં એવું તારણ નીકળ્યું છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્ર્વના 50 ટકાથી વધુ મહાસાગરોના પાણીના કલર બદલાઈ જશે. અલબત, આ બદલાવ નહી આંખે ન દેખાવા છતાં ફેરફાર ઘણો મોટો હશે. લીલા પાણી વધુ લીલા થશે. કારણ કે તાપમાન વધતુ રહેશે. પાણીના પદાર્થને સૂર્યપ્રકાશના આધારે પાણીના રંગ દેખાતા હોય છે. બ્લુ ભાગ સિવાયના જળપદાર્થો સુર્યપ્રકાશ એબમોર્બ કરી લ્યે છે.


Advertisement