સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબ

05 February 2019 11:56 AM
Saurashtra

નલીયા 12.3, રાજકોટ 16.4, અમરેલી 17.2 ડીગ્રી : ત્રણ દિવસ બાદ નવો રાઉન્ડ!

Advertisement

રાજકોટ તા.પ
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત સાંજથી ઠંડી લગભગ નહીંવત જેવી થઇ ગઇ છે. આજે સવારે માત્ર ઠંડનો અનુભવ લોકોને થયો હતો. જો કે ગુજરાત તરફ વાદળો બંધાતા માવઠા જેવુ વાતાવરણ સર્જાઇ રહ્યું છે. તો ત્રણ દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થવા હવામાન વિભાગની આગાહી છે.
કચ્છના નલીયામાં આજે 12.3 ડિગ્રી તાપમાન હતું. આ સિવાય ભૂજમાં 14, અમરેલીમાં 17.2, ભાવનગરમાં 18, ડીસામાં 15.6, રાજકોટમાં 16.4 ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું. રાજયમાં છેલ્લા બે દિવસથી કોલ્ડવેવ બાદ ગઇકાલે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજયમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા સહિતના વિવિધ વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ સર્જાતા ઠંડીમાં આંશીક ઘટાડો થયો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે માવઠાની ભીતિ પણ સર્જાતા ખેડૂતો ચિંતીત બન્યા છે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ પવનની દિશા બદલાઇ છે. જેથી ઠંડીમાં થોડી રાહત થઇ છે. જાણે ઠંડી વિદાઇ લઇ રહી હોય તેવું વાતાવરણ સર્જાયું છે અને આ સ્થિતિ સતત 3 દિવસ સુધી રહે તેમ છે પણ પાંચ દિવસ પછી ફરી ઠંડી વધે તેવી શકયતા છે. જેમાં તા.7 થી 9 તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા છે.


Advertisement