શાકાહારી ખોરાકથી કેન્સરનું જોખમ ઓછું: બે લાખ દર્દીઓના આહારનો અભ્યાસ

04 February 2019 11:36 AM
Health India
  • શાકાહારી ખોરાકથી કેન્સરનું જોખમ ઓછું: બે લાખ દર્દીઓના આહારનો અભ્યાસ

પશ્ર્ચિમ કરતાં ભારતમાં કેન્સરનો દર ઓછો, પણ મૃત્યુ પ્રમાણ વધુ

Advertisement

મુંબઈ તા.4
પશ્ર્ચિમ કરતાં ભારતમાં કેન્સરનો દર ઓછો છે, પણ દર્દીઓમાં મૃત્યુદર સૌથી ઉંચો છે. ભારતની વસતી જોતા બીમારી ઓછી ટકાવારી પણ સંખ્યાની દ્રષ્ટીએ મોટી છે. ભારતમાં દર વર્ષે નવા 11 લાખ કેન્સર કેસોનું નિદાન થાય છે.
લાઈફસ્ટાઈલ અને પર્યાવરણ પરિબળો આ બીમારી માટે જવાબદાર માનવામાં આવે છે. આમ છતાં, શહેરો અને ગામો વચ્ચે તફાવત તરી આવે છે. મુંબઈમાં 12 લાખથી દ્રષ્ટીએ કેન્સરનો દર 120 છે, જયારે બર્શીમા એ પ્રમાણ 50 છે.
એવું માનવામાં આવે છે કે હળદર જેવા તેજાના સાથે ભારતીય શાકાહારી ખારાક કોષોને બહેતર એન્ટીઓકસીડન્ટ પુરા પાડે છે અને એ રીતે કેન્સરનું જોખમ ઘટે છે, તાતા મેમોરીયલ હોસ્પીટલના સેન્ટર ફોર કેન્સર એપીડેમીયોલોજીના વડા ડો.રાજેશ દીક્ષીત કહે છે કે આ એક સામાન્ય ધારણા છે, અને એ પાછળ વૈજ્ઞાનિક અભ્યાસનું પીઠબળ નથી, આથી અમે લાંબાગાળાનો અભ્યાસ કરી રહ્યા છીએ. હોસ્પીટલના ડોકટરો ફેફસાના કેન્સર અને હવાના પ્રદૂષણ વચ્ચે કડીનો અભ્યાસ કરી રહ્યા છે.


Advertisement