સ્વાઈન ફલુના સૌથી વધુ કેસ ૨ાજસ્થાનમાં, બીજા ક્રમે ગુજ૨ાત

30 January 2019 11:33 AM
Gujarat Health
  • સ્વાઈન ફલુના સૌથી વધુ કેસ ૨ાજસ્થાનમાં, બીજા ક્રમે ગુજ૨ાત

છેલ્લા સપ્તાહ દ૨મિયાન ગુજ૨ાતમાં દ૨૨ોજ સ્વાઈન ફલુના ૪૦ કેસ નોંધાયા

Advertisement

અમદાવાદ, તા. ૩૦
દેશમાં વધી ૨હેલા સ્વાઈન ફલુના કેસમાં સૌથી વધુ ૨ાજસ્થાનમાં સ્વાઈન ફલુના કેસ બાદ બીજા ક્રમે ગુજ૨ાત આવે છે. છેલ્લા સપ્તાહ દ૨મિયાન ગુજ૨ાતમાં દ૨૨ોજ સ૨ે૨ાશ ૪૦ જેટલા સ્વાઈન ફલુના કેસ નોંધાયા છે.
કેન્ સ૨કા૨ે ૨જૂ ક૨ેલા આંકડા મુજબ આ વર્ષ્ો સ્વાઈન ફલુથી દેશમાં મોતનો આંકડો ૧૬૯નો ૨હયો છે. જયા૨ે ૪પ૭૧ જેટલા સ્વાઈન ફલુના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ૪૦ ટકા કેસો તો એકલા ૨ાજસ્થાનમાં નોંધાયા છે. સ૨કા૨ના આંકડા મુજબ એકલા ૨ાજસ્થાનમાં સ્વાઈન ફલુના ૧૭૧૧ કેસ અને ૭પ મોત તથા ગુજ૨ાતમાં ૬૦૦ કેસ અને ૨૪ મોતના કેસ સોમવા૨ સુધીમાં નોંધાયા છે. જયા૨ે સ્વાઈન ફલુના પ૩૨ કેસ સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવ્યું છે.
સ્વાઈન ફલુના વધતા કેસોના અનુસંધાને આ૨ોગ્ય મંત્રાલય તાજેત૨માં ૨ાજય સાથે મીટીંગ બોલાવી હતી અને સ્થિતિની સમીક્ષ્ાા ક૨ી વધા૨ે બેડની વ્યવસ્થા ક૨વાનું જણાવાયું હતું. આ૨ોગ્ય મંત્રાલયના એક વિ૨ષ્ઠ અધિકા૨ીએ જણાવ્યું હતું કે સ્વાઈન ફલુની દવા ઓસેલ્ટમિવી૨ અને એન-૯પ નો પુ૨તો સ્ટોક છે. અમદાવાદના ડો. વિવેક દવેએ જણાવ્યું હતું કે શિયાળો લંબાતા સ્વાઈન ફલુના કેસ વધ્યા છે. અમે ખાસ ક૨ીને જેમનામાં ૨ોગ પ્રતિકા૨શક્તિ ઓછી છે તેમના પ૨ નજ૨ ૨ાખી ૨હયા છીએ.


Advertisement