સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠારની લપેટમાં : આબુમાં ‘0’ ડિગ્રી

29 January 2019 12:27 PM
Ahmedabad Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ કાતિલ ઠારની લપેટમાં : આબુમાં ‘0’ ડિગ્રી

રાત્રે ઠંડા પવન ફૂંકાતા સોંપો : આજે નલીયામાં 7.1, રાજકોટમાં 11.પ, અમરેલીમાં 10.4 ડિગ્રી માવઠાની શકયતા

Advertisement

રાજકોટ તા.29
સૌરાષ્ટ્ર-કચ્છમાં જાન્યુઆરી માસમાં ચાલુ વર્ષે વિક્રમી ઠંડી પડી છે. ત્રણ દિવસથી ફરી કાતીલ બનેલી ઠંડીનો રાઉન્ડ આજે પણ યથાવત રહેતા લોકો ઠુંઠવાયા છે. આજે સરહદી જિલ્લા કચ્છના નલીયામાં 7.1 ડિગ્રીએ પારો સ્થિર થયો હતો. તો ગુજરાતના પાડોશ રાજસ્થાનમાં આવેલા હીલ સ્ટેશન આબુમાં આજે ફરી ન્યુનતમ તાપમાન 0 ડિગ્રી થઇ જતાં બરફીલુ વાતાવરણ સર્જાઇ ગયું છે.
આજે નલીયામાં 7.2 ડિગ્રી ઉપરાંત ડીસામાં 7.2 અમરેલીમાં 10.4, ભૂજમાં 11.4 રાજકોટમાં 11.પ, કંડલામાં 11.8, ભાવનગરમાં 12.6 ડિગ્રી પર ઠંડીનો પારો સ્થિર રહ્યો હતો. ગત રાત્રે તો ઠંડા પવન સર્વત્ર કુદરતી કર્ફયુ જેવુ વાતાવરણ સર્જી દીધુ હતું.
સોરઠ
ગઇકાલ સોરઠ જીલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે. ગીરનાર પર્વત પર બરફીલા ઠંડા પવન સાથે 7 ડિગ્રીનો પારો ઠંડીનો નીચે આવી જવા પામ્યો છે. પવનની ગતી થોડી ઘટી 7માંથી 6.9 પ્રતી કલાક નોંધાય છે. મહતમ તાપમાન 13 ડિગ્રી ન્યુનતમ તાપમાન 12 ડિગ્રીએ પારો અટકી જવા પામ્યો છે. ભેજનું પ્રમાણ થોડુ વધતા પ0 ટકાએ પહોંચ્યું છે. પવનની ગતી ઉતરી જાય તે રીતે પ્રતિ કલાક 6.9 કિલોથી ફૂંકાઇ રહ્યો છે.
રાજયભરમાં છેલ્લા પાંચ દિવસથ કોલ્ડવેવ યથાવત છે ત્યારે આજે પણ કોલ્ડવેવ સાથે હાડ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા હતાં. જામનગરમાં મુંબઇથી આવેલી એક આધેડ મહિલાનું ઠુઠવાઇ જવાથી મૃત્યુ થયું છે. તા.2 થી 10 દરમિયાન માવઠાની પણ શકયતા વ્યકત કરાઇ છે. ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં પણ કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ છે.
રાજયમાં અમદાવાદ સહિત અનેક ભાગોમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2,3 દિવસ સુધી લોકોનો ઠંડીમાંથી કોઇ રાહત મળી શકે તેમ નથી. ઉતર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. 30 અને 31 જાન્યગુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શકયતા છે. તેના કારણે વાદળો છવાતા ઠંડી ઘટી શકે છે. જો ત્યારબાદ 2 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ઉતર ભારતના પ્રદેશોમાં ભારે હીમવર્ષા થવાના કારણે કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના છે. ખેતી પાકોને પણ આ માવઠાના કારણે નકશાની થવાની શકયતા છે.


Advertisement