સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીના લંબાયેલા રાઉન્ડ વચ્ચે સ્વાઈન ફલુનો હાહાકાર યથાવત

28 January 2019 02:30 PM
Rajkot Saurashtra

અાજે ૬.૭ ડીગ્રી સાથે નલીયા સૌથી વધુ ઠંડુ : કચ્છમાં નવા બે પોઝીટીવ કેસ : ભાવનગરમાં વૃઘ્ધનો જીવ ગયો : ગિરનાર પર ૧૦ ડિગ્રી-તાપણુ કરતા વૃઘ્ધનું મોત : રાજકોટમાં પણ ૧૦.પ

Advertisement

રાજકોટ, તા. ર૮ સૌરાષ્ટ્રરુકચ્છમાં અા વષૅ પ્રજાસતાક પવૅ બાદ ચાલુ રહેલા ઠંડીના રાઉન્ડ સાથે સ્વાઈન ફલુઅે પણ હાહાકાર મચાવ્યો છે. અાજે ૬.૭ ડિગ્રી સાથે નલીયા ફરી ઠીંગરાયુ હતું. અાજે ભાવનગરમાં સ્વાઈન ફલુથી અેક વૃઘ્ધનું મોત થયું છે. તે કચ્છમાં બે દિવસમાં વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રરુકચ્છમાં અાજે સૌથી નીચુ તાપમાન કચ્છના નલીયામાં ૬.૭ ડીગ્રી નોંધાયું હતું. તો ભૂજમાં ૧૦.ર , રાજકોટમાં ૧૦.પ, કંડલા ૧૧.પ, અમરેલી ૧૧, ભાવનગરમાં ૧ર.૬ ડિગ્રી તાપમાન રહયું હતું. જયારે ડીસામાં ૭ ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું. ભાવનગર ભાવનગરમાં સ્વાઈન ફલુથી વધુ અેકનું મોત નિપજયું હતું. હાલમાં હોસ્પિટલમાં ૧૦ પોઝીટીવ દદીૅઅો સારવારમાં છે. ભાવનગરમાં ઠંડીની સાથે સ્વાઈન ફલુનો સકંજો પણ વધુ પ્રસયોૅ છે. શહેરની સર ટી. હોસ્પિટલમાં હાલમાં ૧૦ પોઝીટીવ દદીૅઅો સારવાર લઈ રહયા છે. દરમ્યાન સ્વાઈન ફલુની સારવાર લઈ શહેરના કાછીયાવાડ દિવાનપરા રોડ પર રહેતા ૬૯ વષીૅય વૃઘ્ધનું મોત નિપજયું હતુ. અા સાથે ભાવનગરમાં સ્વાઈન ફલુથી મૃત્યુ અાંક છ થયો છે. કચ્છ સુસવાટા મારતા ઉતરીય હિમ પવનોને કારણે રણપ્રદેશ કચ્છમાં હાલે હાડ થીંજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે મહામારીમાં પરિવતિૅત થઈ રહેલા સ્વાઈન ફલુના વાવરે કચ્છમાં બરાબરનો સકંજો કસ્યો છે. રજાના માહોલ વચ્ચે છેલ્લા બે દિવસ દરમિયાન સ્વાઈન ફલુના બે કેસ સામે અાવ્યા છે. અારોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અંજારના દુધઈ અમરાપર ગામના ૩ મહિનાના બાળકનો રીપોટૅ પોઝીટીવ અાવ્યો છે. વધુ અેક પોઝીટીવ કેસ સાથે જાન્યુઅારી માસમાં સ્વાઈન ફલુ દદીૅઅોનનો અાંકડો ૮પ પર પહોંચ્યો છે. સોરઠ ચાલુ વષેૅ સોરઠમાં ઠંડીનું પ્રમાણ સતત રહેવા પામ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ભારે પવન ઈશાન હાટૅ ગાળી નાખે તેવો બફીૅલો ફુંકાય રહયો છે. પવનની ગતિ પ્રતિ કલાક ૭ કિ.મી.ની ઝડપે રાતરુદિવસ વહેતો રહેતા જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. ઠંડીનો માહોલ સાથે લગ્નની સીઝન પણ પુરબહારમાં હોવાથી લોકો અાખો દિવસ સ્વેટર ટોપી સાથે લગ્ન માણી રહયા છે. જૂનાગઢ કૃષિ યુનિ.માં નોંધાયેલ તાપમાન મુજબ મેકસીમમ તાપમાન ૧૮.૪ ડિગ્રી મીનીટમાં ૧પ ડિગ્રી જયારે ગીરનાર પર પારો નીચે ઉતરીને ૧૦ ડિગ્રીઅે અટકયો છે. દાઝી જતા માળીયાહાટીના કુકસવાડા ગામે રહેતા અરશીભાઈ મેરામણભાઈ સોલંકી(ઉ.વ.૮૦) ભારે ઠંડીના કારણે તાપણુ કરી ખાટલા નીચે રાખીને સુતા હતા જેમાં ભડકો થતાં શરીેરે ગંભીર રીતે દાઝી જતાં જૂનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં અાવેલ જયાં તેમનું સારવાર દરમ્યાન મોત નોંધાયું હતું. વૃઘ્ધ અરસીભાઈ મેરામણભાઈ સોલંકી વૃઘ્ધા અવસ્થાના કારણે કાને બહેરાશ પણ ધરાવતા હતા તેવું જાણવા મળેલ છે. બનાવની તપાસ પોલીસે હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં વેસ્ટનૅ ડિસ્ટબૅન્સની અસરથી છવાયેલા વાદળો વિખેરાયા બાદ ઠંડીઅે જોર દેેખાડયું છે. અેકબાજુ વાયરલ શરદી અને જીવલેણ સ્વાઈન ફલુનો કહર છે અને રોજ પાંચરુછ નવા કેસો નોંધાય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ગાયબ થઈ ગયેલી ઠંડીઅે ફરી જોર પકડયું છે અાજે ન્યુનતમ ૧૦.પ સાથે જાન્યુઅારી માસમાં ગત ત્રણ વષૅમાં સૌથી વધુ ઠંડી નોંધાસ છે. ૧પમી જાન્યુઅારી બાદ ઠંડીમાં સામાન્ય રીતે ઘટાડાની શરૂઅાત થઈ જાય છે પરંતુ હજુ સુધી તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહયો છે. દિલ્હી અને અેનસીઅારમાં વરસાદ તેમજ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવષાૅની સીધી અસર જોવા મળી રહી છે.


Advertisement