રાજકોટ, તા. 18
ઇકલી સાઉથ એશિયા દ્વારા આજથી બે દિવસ નવી દિલ્હી ખાતે આયોજિત મલ્ટી લેવલ એક્શન ફોર કલાઈમેન્ટ રેસિલીયન્ટ સિટીઝના વિષય અન્વયે કેપેસિટીઝ પ્રોજેક્ટ ફેઇઝ-2 વર્કશોપનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ, વડોદરા, કોઇમ્બતુર, ઉદયપુર સહિતના દેશભરના સાત શહેરોમાં ‘ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાનનું લોન્ચિંગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી તોખાન શાહુની ઉપસ્થિતિમાં કરવામાં આવતા રાજકોટ શહેર માટે આ એક ખુબ જ ગૌરવપૂર્ણ બાબત બની છે.
આ વર્કશોપમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, કમિશનર ડી.પી.દેસાઈ, ડે.કમિશનર સી.કે.નંદાણી, કોર્પોરેટર ડો.રાજેશ્રીબેન ડોડીયા, વર્ષાબેન રાણપરા ભાગ લઇ રહ્યા છે.
સાતત્યપૂર્ણ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ મનપાએ ઈકલી સાઉથ એશિયા સાથે એમઓયુ કર્યા છે. આ પ્રોગ્રામ અંતર્ગત ગ્રીનહાઉસ ગેસઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર અનેક પ્રોજેક્ટમાં સાતત્યપૂર્ણ પહેલ કરવામાં રાષ્ટ્રીય નેતૃત્વ કરતું રહ્યું છે.
મહાનગરપાલિકા અને ઈકલી સાઉથ એશિયા દ્વારા સતત ક્રિટીકલ અર્બન સેક્ટર્સ જેવા કે, પર્યાવરણ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર ક્વોલિટી, વોટર સપ્લાય તથા ડ્રેનેજ મેનેજમેન્ટ માટે નેટ ઝીરો ટાર્ગેટ પર કામ કરવામાં આવી રહેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેર માટે ‘ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાન બનાવેલ છે.
આ વર્કશોપમાં દેશના સાત શહેર જેમાં, ગુજરાત રાજ્યના રાજકોટ અને વડોદરા, તમિલનાડુ રાજ્યના 3 શહેર, રાજસ્થાન રાજ્યના ઉદયપુર શહેર તથા પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી સિલીગુરી શહેર એમ કુલ-7 શહેરના "ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી એક્શન પ્લાનનું લોન્ચીંગ કરવા સાથે નિષ્ણાંતોના માર્ગદર્શક વકતવ્ય પણ રાખવામાં આવ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy