‘છોટુ’ થી ‘રામલો’, આર્ટિકલ 15 : સ્વમાન-અપમાન ના સરવાળા-બાદબાકી!


મસ્કાબન: जनता राजा के महल पहुँची.. राजा ने पूछा, क्या समस्या है...

             जनता बोली, रोटी नहीं है राजा बोला, रोटी नहीं है तो केक खाओ.. 

સવારે ૮ વાગ્યા આસપાસ તમે કોઈ સોસાયટી કે અપાર્ટમેન્ટ ની બહાર એક દ્રશ્ય તો જોયું જ હશે, સોસાયટીની સાફ સફાઈ કરવા માટે આવતી વ્યક્તિને મોટા ભાગના ઘરે થી એક પ્લાસ્ટિક બેગ માં આગલી રાત્રે વધેલા દાળ-ભાત,કોઈ મીઠાઈ કે ફરસાણ અપાઈ રહ્યા છે. સિઝન કોઈ પણ ચાલતી હોય, શિયાળો-ઉનાળો-ચોમાસું પણ આ વાસી વસ્તુ આમ આપવાથી ફૂડ પોઈઝનિંગ થાય કે નહિ આવું કોઈ વિચારતું નથી. કોઈ એન્ગલ થી યોગ્ય લાગે છે, સવારે રાત નો વધેલો ખોરાક કોઈને ખાવા માટે આપવો? સો કોલ્ડ મિનરલ વોટરની પાણીપુરી જ અને હોટલમાં પણ મિનરલ વોટર જ (એમઆરપી કરતા વધુ ચૂકવેલી!) પ્રિફર કરતી આવી સન્નારીઓ વિશે શું કહેશો?

 

બીજી બાજુ આ પણ જુઓ, અમદાવાદ શહેરની એક ચા ની કીટલી પર ૮-૧૦ વર્ષ ની ઉમર ના છોકરાઓ ચા-મસ્કાબન આપી રહ્યા છે, અને સેલ્સની જોબ કરતા લોકો માટે સિગરેટ અને ગુટખા લાવી આપવાની ફ્રી સર્વિસ તો ખરી જ! આ દ્રશ્યો જોઈને ૧૯૯૪ માં આવેલી ગોવિંદાની એક ફ્લોપ ફિલ્મ ‘બ્રહ્મા’ જરૂર યાદ આવી જાય, બ્રહ્મા માં જયારે ૧૦ વર્ષનો ગોવિંદા રોડ પર લોકો ના આબેહૂબ ચિત્રો બનાવી આપતો હોય છે ત્યારે એક વ્યક્તિ આવીને પૂછે છે કે, ‘તારું નામ શું છે?’, પેલો છોકરો જવાબ આપે છે, ‘‘મારું કોઈ નામ નથી સાહેબ,કોઈ મને ‘છોટુ’ કહીને બોલાવે તો કોઈ ‘છીત-છીત’ ના ઈશારાથી બોલાવે છે!

 Image result for article 15 ayushmann khurrana

હજુ એક દ્રશ્ય જુઓ, જેમાં સવારે એક ટ્રેક્ટર પૂરી સોસાયટીનો કચરો લેવા આવે છે, પેલા સફાઈ કામદારો ને કોઈ પગરખા વગર મોટા કચરાના ઢગલા ઉપર ચાલતા જોયા જ હશે, પોતાનું ઘર પણ સરખું સાફ ના રાખતી એકદમ ફૂવડ જેવી મહિલાઓ (આવી સન્નારીઓ ના મુખારવિંદ-હાવભાવ અને તેઓનું સવાર નું ડ્રેસિંગ એ પણ એક અભ્યાસ નો વિષય છે!) રીતસર અપાર્ટમેન્ટના પાંચમાં-છઠ્ઠા માળ ની બાલ્કની માંથી પ્લાસ્ટિક ની થેલીમાં ભરેલા એઠવાડ ઘા કરશે! જાણે કોઈ નિશાન બાજી ની રમત ચાલતી હોય એમ પાછું જજમેન્ટ લઈને એ થેલી સીધી પેલા ટ્રેક્ટર માં જ પડશે!

 

ઓફિસોમાં (સરકારી અને ખાનગી બંને) સ્ટાફ માટે ચા બનાવતા બનાવતા અકળાઈ જતા પ્યુન (ઓફિસ બોય) જોયા જ હશે! ૩-૪૦૦૦ માં સવારે ૮ થી રાત્રે ૯ વાગ્યા સુધી કામ કરતા આ લોકો સાથે દિવાળી વખતે ૨૦-૨૫ રૂપિયાની બોણી આપવાના મુદ્દે કર્મચારી જગડતા હોય છે. અરે ગુગલ પર ‘પ્યુન’ લખી સર્ચ મારો! તમને પ્યુનનો અર્થ જ બધું કહી આપશે, ‘સ્પેનિશ ભાષા પર થી આવેલા પ્યુન શબ્દ ની વ્યાખ્યા લખી છે,એક એવો લેબર જેનો પોતાની નોકરી પર નહિવત કંટ્રોલ છે અને એ માણસ બધા જ શક્ય એટલા ડેરોગેટરી કામો કરવા બંધાયેલો છે! ક્યારેક વિચાર આવે કે પૂરતા શિક્ષણ અને તક ના અભાવે આ માણસો પ્યુન તો બની ગયા પણ ૩-૪૦૦૦ માં ૪-૫ લોકોનું ઘર કઈ રીતે ચાલતું હશે! 

 

વાત છે અહી બીજાને પૂરતું રિસ્પેક્ટ ન આપવાની અને સાવ સામાન્ય કહી શકાય આવું કામ પણ આવા કામદારો પાસે કરાવી ‘સાહેબગીરી’ નો પરચો બતાવવાની વિકૃત આદત. અમેરિકા હોય કે જર્મની, બધે જ એકદમ સ્ટ્રીક્ટ લેબર લોઝ અસ્તિત્વમાં છે. ખુદ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અને ચેરમેન પણ પોતાના પાણીનો ગ્લાસ કે ચા-કોફી નો કપ લેવા જાતે ઉભા થઇ કાફેટેરિયા માં કોઈ શરમ-સંકોચ લેવા આવશે! જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક વાતોમાં સેલ્ફ-સર્વિસ નું જ કલ્ચર પ્રવર્તે છે! અમુક ઓફિસો માં ચા પીધા પછી પોતાના કપ પણ જાતે સાફ કરતા કર્મચારી જોયા છે, તો બીજી બાજુ ધરાર બોસગીરી કરી પોતાની ચા દિવસ માં ૩ વાર ટેબલ પર મુકાવતા કર્મચારી પણ અસ્તિત્વ માં છે!

 

પુરતી રોજગારી ના અભાવે જાણે આપણા દેશમાં લોકો કોઈ પણ ડેરોગેટરી કામ કરવા અને કરાવવા તૈયાર થઇ જાય છે! મધુર ભંડારકર ની ‘ટ્રાફિક સિગ્નલ’ ફિલ્મમાં રોડ પર એક મીઠાઈ વેચવા વાળો મીઠાઈ પર થુંક લગાડી પછી જ એ પેકેટ ખરીદનાર ને આપવાની વિકૃતિ ધરાવતો બતાવાયો હતો! આવક ની ભયાનક અસમાનતાના લીધે અને સામાન્ય લોકો ના આ કામદારો કે ફેરિયા પ્રત્યેના આવા વર્તન ના લીધે જ આવી વિકૃતિ કે અસંતોષ જન્મ લેતા હશે?  

 

‘છોટુ’ કે ‘રામલો’ જેવા નામ પાડનારા આપને લોકો ક્યારેય અમુક કામ જાતે કરી એ કરતી વખતે શું ફિલ થતું હશે એ અનુભવ લેતા નથી! ક્યારેય કોઈ સફાઈ કામદારો કે ગલી ની સફાઈ કરનારાને ચાવી થી કોઈ પાર્ક કરેલી ગાડી પર કોઈને ખબર ના પડે એ રીતે ચાવી ઘસી લીસોટા પાડતો જોયો છે? જો ના, તો નેક્સ્ટ ટાઈમ જયારે આવું દ્રશ્ય જોવાનું થશે, પુરો માજરો આપો આપ સમજાઈ જશે! જિંદગી બહુ જ કઠીન છે, ૪૬ ડીગ્રી માં ધગધગતી રેતી જેવી. 

 

જૂન મહિનામાં આવેલી ફિલ્મ આર્ટિકલ 15 આપણી આસપાસ રોજ ભજવાતી રહે  છે, આપણે બધા આજે સંપ્રદાયોની ભીડમાં ખોવાયેલા છીએ એટલે માણસાઈનો ધર્મ યાદ નથી આવતો! થોડા દિવસ પહેલા જ સુરેન્દ્રનગર જિલ્લાનાં એક ગામની શાળામાં દલિત શિક્ષક માટે પીવાનાં પાણીનું અલગ માટલું રાખવામાં આવેલું! હકીકતમાં આવા સમાચાર વાંચીને આપણે કાંપી જવા જોઈએ, પણ આપણું કદાચ રૂંવાડું પણ નથી ફરકતું! આપણે આજે પણ દલિતો કે કહેવાતી નીચી જાતિનાં લોકોને મંદિર પ્રવેશ, લગ્નનાં વરઘોડા કાઢવા, પાણી-હવા અને ખોરાક બધામાં ભેદભાવ કરીએ છીએ! આ 2019ની હકીકત છે! પેલા છોટુ-રામલા અને આ જ્ઞાતિનો ઈશ્યુ ભલે અલગ અલગ લાગતાં હોય પણ એનાં તાર છેવટે આપણી માનસિકતા સુધી જ જાય છે! થોડા વર્ષોમાં આર્ટિકલ 15, મુલ્ક, કોર્ટ જેવી અફલાતૂન ફિલ્મો આપણા સિનેમા એ સર્જી છે, એને રિયલ લાઈફમાં આપણે અમલ કરી શકીએ, કોઈની સરનેમ ન પૂછતાં એનાં કર્મથી મતલબ રાખીએ! સબસે ઊંચા ધર્મ માનવ ધર્મ!       

ડેઝર્ટ:

वो जो हम रोये साथ थे भीगे दिन और रात थे

खारे खारे पानी की कहानी वो लेजा ना

आ ना, आ भी जाना, इन्तेज़ारी है तेरी

ले जा, जो रिश्तों की रेज़गारी है तेरी

दाँत काटे, संग बांटे खटे मीठे का मज़ा है

ज़बाँ पे अब भी ताज़ा साथिया

चाँद देखो था जो हमने चार आँखों से कभी

कैसे देखूँ उसको तन्हा साथिया? - अनुराग सैकिया (फिल्म आर्टिकल १५) 

*रेज़गारी - छुट्टे पैसे

Advertisement