જઝબાદ


શેર-ઓ-શાયરીમાં હંમેશા પ્રિયપાત્રની યાદ, પ્રેમની વાતો અને પ્રિયતમાના વખાણ કરતા શેર ગઝલ લખાતા હોય છે પણ નીચેના ‘શેર’માં પ્રેમ કર્યોએ ભૂલ કરી છે અને તૂ નહિ તો કોઇ ઔર શહીની રજુઆત કરી છે. શાયરે કહ્યું છે કે,
દિલ દિયા ભૂલ હુઇ
દિલ કી દિલ મેં હી રહી,
મેંને ભી સોચ લીયા
તૂ નહિં ઔર સહી !
અરે આ તો કેવી વાત બની ગઇ મેં તને મારૂં દિલ અર્પણ કર્યું એ હવે સમજાય છે કે મેં મોટી ભૂલ કરી છે, મારા દિલની વાત આશા, ઉમીદો વિગેરે મારા દિલમાં જ રહ્યા, હવે મેં પણ એ જ વિચાર્યુ છે કે જો તું નહીં તો કોઇ અન્ય સહી છે. સાચી વાત છે.
ઇસલીએ, દેખભાલ કરતા હું
આયીને મેં હુઝુર રહેતા હૈ !
અરે તમે જાણો છો હું નજર મેળવીને દેખભાળ કરી રહ્યો છું કારણ કે દર્પણ, અરીસામાં મારા હુઝુર મારી પ્રિયતમા સરકારનો તેમાં વાસ છે.
વો એક નઝર કી ઝુંબીસ સે
ઇસ દિલ કી બસ્તી લૂંટ ગયા,
જો ઉનસે નિગાહે ચાર હુઇ
ઔર હાથ સે સાગર છૂટ ગયા!
માત્ર એક નજરની તાકાતથી આ દિલની દુનિયા લૂંટી ગયા, અરે એમની નજરથી નિગાહ ચાર થઇ અને મારા હાથમાંથી શરાબનો પ્યાલો પણ છૂટી ગયો.
દિલ ઉનકા ભી હે મેરા ભી
હૈ ફર્ક મગર ઇતના લેકીન
વો પત્થર હૈ જો સાબિત હૈ
યહ સીસા હૈ જો ટુટ ગયા !
માનવના શરીમાં દિલ તો બધાને હોય છે એ રીતે એનું દિલ તો છે જ અને મારૂં પણ દિલ છે પરંતુ બંનેના દિલમાં ફરકતો જરૂર છે. બંનેના દિલમાં એટલી વાત હકીકત એવી છે કે એનું દિલ તો માત્ર પત્થર છે એ હકિકત, પુરાવો છે અને મારૂં દિલ કાચ છે એટલે તો તુટી ગયું.

Advertisement