EX- લેટ ધી સ્ટોરી કમ ટુ યુ


Advertisement

ઇન ટુડેઝ વર્લ્ડ કે જ્યાં પુસ્તકનાં પન્નાઓ કરતાં પુસ્તકનું કવર વધુ મહત્વનું છે; જ્યાં સુઘડ-સુંદર સાહિત્ય લખતા લેખકો બે-એક પુરસ્કારો મેળવી ખોવાઈ જાય છે અને બકવાસ અને સ્ટીરીયોટીપીકલ લખાણ લખતા ‘બેસ્ટસેલર’ લેખકો ફક્ત માર્કેટિંગના ખીલ્લે ઠેકડા મારતા-મારતા લાખો કોપીઓ વેંચી નાખે છે અને કેમ્પસ નોવેલ્સથી ખદબદતા ભારતીય સાહિત્યમાં એક એવો લેખક પણ છે જેણે નવલકથા અને ‘સ્ટોરીટેલીંગ’ને એક અલગ જ ઉંચાઈ પર લઇ ગયો છે.
‘સાયકોલોજીકલ-સેક્સ-થ્રીલર’ જેવાં ભારેખમ વિષય ઉપરની નોવોનીલ ચક્રબોર્તિની (વેલ આ કૉલમ નિયમિતપણે વાંચતા લોકો માટે આ નામ નવું નથી, હેં ને!) આ નવલકથા એટલે ‘EX- a twisted love story’. છેલ્લાં પન્ના સુધી વાંચકના મન સાથે ચેડા કરતી આ કથામાં આખરે છે શું? – જોઈએ...
ફર્સ્ટ ઓફ ઓલ, આ કિતાબના બેકકવર પર આપેલું કથાનું પ્રિમાઈસીઝ! સામાન્ય રીતે ખરીદદાર આ પ્રિમાઈસીઝ વાંચીને જ પુસ્તકો ખરીદતા હોય છે, ત્યારે પ્રિમાઈસીઝનું ડ્રાફ્ટીંગ સચોટ અને આકર્ષક હોવું ઘટે છે! અહી એ બાબતમાં લેખક અને પ્રકાશક દાદ માંગી લે છે.


વાર્તામાં મુખ્ય ત્રણ જ પાત્રો છે અને આટલાં ઓછા પાત્રો સાથે ‘સસ્પેન્સ-સાયકોલોજીકલ-સેક્સ-થ્રીલર’ લખવી એ ચુનૌતીભર્યું કામ છે. વળી, વાંચકને વિચારજાળમાં વધુ ફસાવવા માટે અહી આ ઉસ્તાદ લેખક વચ્ચે-વચ્ચે મેન્યુસ્ક્રીપ્ટનાં ટુકડાઓ ઉમેરી દે છે જે વાર્તાપ્રવાહથી અલગ હોવા છતાં ક્યારે એ પ્રવાહમાં ભળી જાય છે એ ખ્યાલ રહેતો નથી.
વન-લાઈનર્સ! એ તો જાણે નોવોનીલનું બ્રમ્હાસ્ત્ર હોય એમ એણે અહી એનો બખૂબી ઉપયોગ કર્યો છે: જેમ કે વાર્તાની શરૂઆતમાં જ ટાંકેલું આ વન-લાઈનર: “If you are accustomed to see only black and white, then you’ll never see me.”
એટલે ઓલ-ઇન-ઓલ આ કથા એક પેજ-ટર્નર હોવા ઉપરાંત સો ટચની થ્રીલર, એન્ટરટેઈનીંગ અને લેસન-ગીવર છે!
તિતિક્ષા નામની એક છોકરી સાથે એ લીવ-ઇન રીલેશનશીપમાં એક સ્વસ્થ જીવન ગાળતો કથાનો નાયક નીલ એક લેખક બનવા માંગે છે અને પોતાની વેલ-સેટલ્ડ નોકરી છોડી એ પોતાનો બધો સમય લખવામાં આપવા માંગે છે. પણ નીલને કોઈ પણ વાર્તા મળતી નથી કે જેના ઉપર એ કોઈ સારી કિતાબ લખી શકે.
આ જ લ્હાયમાં એ પહોંચે છે જયપુર લીટરેચર ફેસ્ટીવલમાં, કે જ્યાં એની મુલાકાત નીવ્રીતા નામની એક છોકરી સાથે થાય છે. વાત-વાતમાં એ છોકરી એને કહે છે કે ‘આઈ એમ યોર એક્સ!’
પણ નીલને પોતે એની સાથે કડી પણ હોય એવું યાદ નથી. જેમ જેમ એ બન્ને વચ્ચેનો સંપર્ક વધતો જાય છે એમ નીલને ‘ડેજા-વું’નો અનુભવ થતો જાય છે. નીવ્રીતા સમય જતાં જ એનાં માટે એક દલદલ બનતી જાય છે અને નીલ એમાં જ ફસાતો જાય છે. અને આ પ્રક્રિયામાં તિતિક્ષાને પણ એ ખોઈ બેસે છે!
કથાનાં છેલ્લા પ્રકરણમાં નીલ એક બિલ્ડીંગની અગાસીની પરાપીટ પર ઉભો છે- આત્મહત્યા કરવાની તૈયારીમાં! પણ શું કામ? ઓબવિયસલી, નીવ્રીતાનાં કારણે જ તો! (અથવા નીવ્રીતા માટે જ; અથવા કદાચ તિતિક્ષા માટે!)
ભેજું ચકરાવે ચડી ગયું ને? કોણ છે આ નીવ્રીતા? અને પેલી મેન્યુસ્ક્રીપ્ટ?
વેલ, એ બધું જ જાણવા-માણવા માટે ૨૮૬ પન્નાની આ નવલકથા વાંચવી જ રહી!
‘એ થિંગ બિયોન્ડ ફોરેવર’ નામની નવલકથાથી પોતાની લેખનયાત્રા શરુ કરનાર આ લેખક કેટલો સબળો હશે એ જાણવું હોય તો એમેઝોનની વેબસાઈટ પર એની લેટેસ્ટ નવલકથાનો ટ્રેન્ડીંગ રેન્ક જોઈ જવો ઘટે! ડેન બ્રાઉન જેવાં દિગ્ગજને માર્કેટમાં ટક્કર આપતો આ લેખક અહી કેવી કળા-કારીગીરી કરે છે એ ખરેખર ‘નોટ-ટુ-મિસ’ વસ્તુ છે!
સાથે જ, અગર તમે આ નવલકથા વાંચવાનો મૂડ બનાવીને જ બેઠા હોવ તો તમારા ટુ-ડુ લીસ્ટમાં કોફીનાં ત્રણ-ચાર કપ લખી જ નાંખજો અને આ લેખકને હાલ ફોલો કરતાં રહેજો, કેમ કે ‘એલીઝાબેથ એલી’નાં પેનનેમથી આ લેખક નજીકનાં જ ભવિષ્યમાં કઈક નવી વાર્તા આપવા જઈ રહ્યો છે!

હર્ષ ઠાકર
મોબાઈલ નં.: ૮૧૨૮૫ ૬૭૮૪૨

Advertisement