જાત્તે જીવેલું જ જીંદગીને “જાવેદ” બનાવે છે...


Advertisement

કોઇને તમે વાંચ્યા કરો, સતત એકદમ રીલીજીયલી પણ તે સર્જકના નામનો જ અર્થ તમને મોડો સમજાય ત્યારે,..? ક્યારેક થઇ આવે કે જીંદગી પણ આવી જ છે.! મોડી સમજાતી હોય છે.!
જાવેદ અખ્તર.! શબ્દ અને સુગંધ વચ્ચનો એક શાશ્વત સેતુ. તેમને વાંચો એટલે હંમેશા તમારી લાઇફની બેકસ્ટોરીને કનેક્ટ કરતી કોઇ વાત તમને સામી જ઼ડી જ આવે. જાવેદનો અર્થ છે શાશ્વત. તેમના શબ્દો જાણે આપણને આપણી આબોહવા વિશે અવગત કરાવે અને આપણી પોતાની સુગંધ, ખરેખર ‘બૂ’ છે કે ‘બદ-બૂ’ છે તેનો ક્યાસ કાઢીને આપણી સામે મુકી દેતા હોય છે. ક્યારેય તેમને વાંચો અને બોર થયા હોવ એવુ બન્યુ નથી. તેમને વાંચીને આપણે શબરીના બોર ચોક્કસ બનવા ઝંખી ઉઠીએ.! તેમના પ્રત્યેક શબ્દની સમજણમાં એક ઉંડાણની સજાવટ છે. તેઓ તેમની ગજલ મુકતા હોય છે ત્યારે એવુ થઇ આવે કે જીંદગીને એનુ નામ બદલીને ગજલ નામ રાખી લેવાનું મન થતુ હશે ક્યારેક...?
हमारे शौक की ये इन्तिहा थी
कदम रक्खा की मंजिल रास्ता थी
આખરે તો પ્રત્યેક રસ્તો જ મંજિલ છે અને મંજિલ ફક્ત એક રસ્તો છે તેવી ખબર બહુ જૂજ લોકોને હોય છે. જીંદગીને તો ફક્ત ચાલતા જ આવડે છે, ઉભા રહેવાનું જોર તો આપણે એની પર નાખીએ છીએ.
न तो दम लेती है तु और न हवा थमती है
जिन्दगी जुल्फ तिरी कोइ संवारे कैसे
ખુદ્દારીના પણ અમુક versions હોય છે. ખરેખર તો ખુદ્દારી અને સત્ય બંને એક-મેકનો પર્યાય છે. જેવી રીતે સત્યના versions દરેક માટે જુદા હોય છે, તેવી જ રીતે ખુદ્દારી પણ પોતાની રીતે જ વર્તવામાં માને છે. હવે સમય એવો છે કે સત્યની ઘડિયાળમાં “એથીકલ ખુદ્દારી”નો પણ એક કાંટો ઉમેરવો પડે તેવો છે. આજે સત્ય પણ કરપ્ટ થઇ ગયુ છે. જુટ્ઠુ અને અસત્યના ભાગલા પડી ગયા છે. કોણ કોની વાણી સાથે પીનાકપાણી સાબિત થશે તે પણ જોવાનું રહેતુ હોય છે ત્યારે, જાવેદ સાહેબે આ “એથીકલ ખુદ્દારી” પર કહી શકાય તેવી એક ગજલ વિશ્વને અર્પી છે. જેટલી સરળતા જાવેદ સાહબના શબ્દોમાં છે એટલી જ સહજતાથી આ ગજલને એમનેમ આપની સામે મુકી દેવી છે. આજે માણસજાતને સૌથી વધારે કશાની જરૂર છે તો તે છે પવિત્રતાની. Originality!
जिधर जाते है सब, जाना उधर अच्छा नही लगता
मुजे पामाल रस्तो का सफर अच्छा नही लगता (पामाल-घिसे पिटे)

गलत बातो को खामोशी से सुनना, हामी भर लेना
बहुत है फायदे इसमे मगर अच्छा नही लगता

मुजे दुश्मन से भी खुद्दारी की उम्मीद रहती है
किसी का भी हो सर, कदमो में अच्छा नही लगता

बुलंदी पर इन्हे मिट्टी की खुश्बु तक नही आती
ये वो शाखे है जिनको अब शजर अच्छा नही लगता

ये क्यों बाकी रहे आतिशे-जनो, ये भी जला डालो (आतिशे-जना- आग लगानेवाले)
कि सब बेघर हो और मेरा घर हो, अच्छा नही लगता
એક એવો તબક્કો આવી જ જતો હોય છે કે જ્યારે આપણી અંદરથી એક અવાજ સંભળાય. તે અવાજ કાનમાં અથડાતો નથી તે સિદ્ધો હ્રદયના રસ્તે સૃષ્ટિમાં પહોંચી જતો હોય છે અને પછી તે આપણી પાસે એજ કરાવતો હોય છે જે આપણે ખરેખર કરવું જોઇએ. આપણા વિષે જેટલું આપણી આત્મા જાણે છે તેટલુ તો આપણા મા-બાપ પણ નથી જાણી શકતા હોતા. ઇશ્વરે માણસને ત્યાં જ તો ખેતી કરાવી છે, આત્માને શરીરની અંદર રાખી દીધી અને તેની નજર સામે એવી એવી વસ્તુઓ લાવીને મુકી દીધી કે જેથી એ આત્મા સુધી પહોંચી જ ન શકે. ઇશ્વરે માણસ માટે સારૂ પગલુ તે ભર્યુ કે માણસને મગજ આપ્યું પણ ખરાબ પગલુ તે ભર્યું કે માણસને ફક્ત મગજ નથી આપ્યું, બીજી અઢળક વસ્તુઓ એની સામે મેળાની જેમ મુકી દીધી કે જેને જોઇને તે તરત ભટકી જાય. જાવેદ સાહબની આ આખી ગજલ તે વાતનો ખ્યાલ આપી દે છે કે જો તમારી ભીતર કોઇપણ પ્રકારની પવિત્રતા નથી તો પછી તમે ગમે તેટલા ઇશ્વરીય શક્તિ ધરાવતા હશો, પણ તમે original નથી.
આ દુનિયામાં તેની વ્યુતપત્તિ સિવાય કશું જ original નથી. ત્યારે આપણી પવિત્રતા જ એકમાત્ર એવી વસ્તુ છે કે જે આ ડુપ્લીકેટ-દુનિયામાં કોપી-પેસ્ટ નથી, કારણકે, જો વિચારોને આપણે કહેતા હોઇએ કે ‘ઓરીજીનલ થોટ’ છે તો વિચારો વિષે પણ તે જાણી લેવુ જોઇએ કે વિચારો આવતા હોય છે observationથી. કશું જ જોયા વિના કશુંક આગળનું વિચારવું તે નાડા વિના બર્મુડો પહેરવા જેવી વાત છે.
આવવાનું કારણ...
हमको तो तलाश बस नए रास्तो की है
हम तो ऐसे मुसाफिर है जो मंजिल से आए है.
-जावेद अख्तर

Advertisement