સિંગાપુરની તર્જ પર ઘડાય રહેલ માયાનગરી મુંબઈનું નવું માળખું


Advertisement

ઉત્તમ દરજ્જાના વ્યાપારી એવા સ્વ.ધીરૂભાઈ અંબાણીએ સેવેલ સ્વપ્નને સાકાર કરતા મુકેશ અંબાણીએ મુબઈને દેશના પ્રથમ સ્માર્ટ સીટી તરીકેની ઓળખ પ્રદાન કરવા માંડેલ એક ડગલું.

ઐતિહાસિક છતાંય પ્રાચીન નગરી, નાના મોટા, અમીર ગરીબ સૌ કોઈને પોતાના વેષમાં ઢાળી પોતાનો રંગ ચડાવતી અલૌકિક નગરી એટલે બમ્બઈ. રોજ એક રોટીને એક ચાદરની આશાએ મુંબઈની ઓથમાં ભળતા હજ્જારો શ્રમિકોને મુંબઈ પોતાની ગોદમાં સમાવે છે. મહેનતકશ લોકોની કર્મભૂમિ, ભારતની કલગી સમાન છે. માંડ એક ટંકનું ભોજન મેળવી રસ્તાના કિનારે સુનારા ગરીબ ગોજારાથી અંબાણી જેવા ધનપતિ, શાહરૂખ, અમિતાભ અને સલમાન જેવા મહાનાયકો પણ મુંબઈમાં આવીને વસ્યા છે.


મુંબઈએ જોયેલ મહાન સ્વપ્નને વાચા આપતો ઘટસ્ફોટ
દરેકને મુંબઈ ઓછા વત્તા પ્રમાણમાં મળી છે. દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતી આ નગરીમાં ક્ષણે ક્ષણે ફેરફારો નોંધાતા રહે છે. જેને સવા કરોડ જનતા સહર્ષ સ્વીકારી તેમાં ગુલતાન થવાનો પ્રયાસ ખેડે છે. એવો જ એક નોંધનીય ફેરફાર મુંબઈના આંગણે થવા જી રહ્યો છે. કદાચ આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે સ્વ.ધીરૂભાઈ અંબાણીના વિશાળ વ્યક્તિત્વથી અપરિચિત હશે. 80ના દશકમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ધીરુભાઈએ મુંંબઈ નગરીને સિંગાપોર જેવા અદ્યતન નગરની સાપેક્ષે લાવીને ખડું કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. પરંતુ સમય અને સંજોગોવસંત એ સ્વપ્ન તેમનું તેમ જ રહ્યું. અને આજે તેમના જ પુત્ર આ સ્વપ્નને સાકાર કરવા તરફ ડગ માંડી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની તરીકે આલેખાતી આ નગરીમાં પહેલા કદીયે ન બન્યું હોય તેવું થવા જઈ રહ્યું છે.
રિલાયન્સ દ્વારા થયેલ પહેલ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પોતાના સ્થાપક સ્વ.ધીરૂભાઈએ સેવેલા સ્વપ્નને પૂરું પડવાનું બીડું જડપતા મુંબઈની નજીક જ એક મેગાસિટી ઉભું કરવાનો પ્લાન ઘડ્યો છે. આ એક એવું સિટી હશે જેમાં પ્રવેશતા જ સિંગાપુરમાં પગપેશારો કર્યાનો આહલાદક અનુભવ શરીરે રેલાય ઉઠશે. સિંગાપુરની તર્જ પર ઘડાય રહેલ આ નગરીની વાત સાચે જ અનેરી છે. દેશના મંત્રીઓ અને ખાદી પહેરેલા બાબુઓ ભલે સ્માર્ટ સિટીનો બુમરાડ મચાવી રહ્યા હોય પરંતુ રિલાયન્સે નવી મુંબઈની નજીક પોતાનો પ્લાન જાહેર જનતા સમક્ષ ખૂલ્લો મૂકી દીધો છે. આવનારા દસ વર્ષમાં રિલાયન્સ એસ.ઈ.ઝેડ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગણાતા વિસ્તારમાં આ સ્માર્ટસિટીનું નિર્માણ કરવા માંગે છે. ગત 7 માર્ચ 2019ના રોજ રિલાયન્સ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે આ માટેના કરાર પણ થઇ ચૂક્યા છે. આ મહિનાની શરૂઆતમાં જ રિલાયન્સે જાહેર કર્યું છે કે તે નવી સેઝ પાસેથી 2180 કરોડના ખર્ચે 4500 એકર જમીન લીઝ પર લઇ રહી છે જેમાં એક મેગાસિટીની રચના કરવામાં આવશે.


આ જાહેરાત ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ગેમ ચેન્જર પુરવાર થાય તેવી શકયતા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુંબઈની નજીક એક મેગાસિટી બનાવવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. કેટલાંક અહેવાલો મુજબ આ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના પ્રોજેકટની પહેલની હશે. આ પ્રોજેકટનો દરેક હિસ્સો પોતાની રીતે એક પ્રોજેકટ હશે. અંબાણીનું મેગા સિટી સિંગાપોર પરથી પ્રેરણા મેળવી વિકસાવવામાં આવશે. તેમાં એરપોર્ટ, બંદર અને દરિયાઈ કનેકિટવિટી હશે. શહેરમાં પાંચ લાખ જેટલા લોકો વસી શકશે અને હજારો ધંધા-ઉદ્યોગ પાંગરશે. એક દશકાની અંદર આ પ્રોજેકટમાં 75 બિલિયન જેટલું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.
અંબાણી આ પ્રોજેકટ ઘણા મોટા પાયે લોન્ચ કરશે. નિષ્ણાંતોના મતે જેમ જિયોએ ટેલિકોમ સેકટરની ગેમ બદલી નાંખી એમ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મુકેશ અંબાણીની એન્ટ્રી આ સેકટરની ભૂમિતિ બદલી નાંખશે. રિલાયન્સના દરેક પ્રોજેકટ ભારતના ઈતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે. આ પ્રોજેકટ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની સિકલ બદલી નાંખશે.
આ મેગાસિટી પછી મુંબઈ આખુ બદલાઈ જશે. ટોચના રિયલ એસ્ટેટ એનાલિસ્ટે જણાવ્યું કે આ નવા શહેરમાં પ્રોપર્ટીની કિંમત મુંબઈ કરતા ઓછી હશે પરંતુ મુંબઈથી તેમાં રિવર્સ માઈગ્રેશન શરૂ થઈ જશે. આ પ્રોજેકટનો સૌથી મહત્વનો ભાગ એ છે કે રિલાયન્સ માત્ર પ્રોજેકટ ડેવલપ જ નહિ કરે પરંતુ શહેર બને પછી તેનું સંચાલન પણ સંભાળશે. આ માટે રિલાયન્સને સ્પેશિયલ પ્લાનિગ ઓથોરિટી લાયસન્સ પણ આપવામાં આવ્યું છે. આ લાયસન્સને કારણે અંબાણીને પ્રોજેકટની કોસ્ટ ઘટાડવામાં ખાસ્સી મદદ મળશે.


કેવું હશે નવી મુંબઈનું સિંગાપુર
અંબાણીનુ આ મેગાસિટી એ સિંગાપુર જેવુ જ વિકસાવવામા આવશે અને આ મેગાસિટીમા હવાઈમથક પોર્ટ આ સિવાય સી લિંક કનેક્ટિવિટી નો એક સાથે સામેલ કરવામા આવશે. આ મેગાસિટીમા 5 લાખથી વધુ લોકો એકીસાથે વસવાટ કરી શકશે. ફક્ત વાત અહી સુધી જ સીમિત નથી થતી પરંતુ , આ મેગાસિટીમા હજારોની સંખ્યાઓમા કંપનીઓ પણ હશે. આ પ્રોજેક્ટના નિર્માણ પાછળ અંદાજિત 75 અબજ ડોલર ખર્ચાઈ શકશે તેવો અંદાજ લગાવવામા આવી રહ્યો છે.
તજજ્ઞોના મત મુજબ આ પ્રોજેક્ટ અસ્તિત્વમા આવે એટલે મુંબઈ શહેરનુ ચિત્ર બદલી જશે. તેમણે જણાવ્યુ કે, નવુ શહેર રીવર્સ માઈગ્રેશનના કારણે વિકસીત થશે. જેથી, મુંબઈમા રીઅલ એસ્ટેટની કંપનીઓ દ્વારા વેચવામા આવતા ઘરની સાપેક્ષ ઘરનુ મૂલ્ય ઓછુ થઈ જશે.
મેગાસિટીના નિર્માણમાં રેલ, રોડ, હવાઈ અને જળમાર્ગ એમ ચારેય સુવિધાને આવરી લેવાય છે. આખું ટાઉન સિંગાપુરના આર્ટિસ્ટીક આધાર પર જ નિર્માણ પામશે. પહેલું સીટી ઇન્ડસ્ટ્રીપ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, બીજું રિલાયન્સ ત્રીજું જય કોર્પોરેશન અને ચોથું સ્કીલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એમ ચાર કંપનીના જોડાણ સંગ બનવા જઈ રહ્યું છે. 4500 એકર જમીન પર નિર્માણ પામવા જી રહેલ આ મેગાસિટીની ખાસ વાત આ પ્રોજેક્ટ જે-તે કંપની દ્વારા માત્ર સર્જન જ નહિ કરાય પરંતુ તેની જાળવણીનો કારભાર પણ તેના માથે જ થોપવામાં આવશે. જેથી નગર બંધાય બાદ પણ તેની પૂરતી દેખભાળ રાખી શકાય. તો આવો દેશની આર્થિક રાજધાનીમાં આલેખાઈ રહેલ એક નવા આધ્યાયની પરાકાષ્ઠાને પણ પામીએ.

Related image
સિંગાપોરની તર્જ હેઠળ સર્જન પામવા જઈ રહેલ મુંબઈ નગરીનો અછડતો અહેવાલ
વધતી જતી વસ્તી અને તેને સમ્યક તેની જરૂરીયાતોને પોષી વળવા રિલાયન્સ દ્વારા નિર્માણ પામેલ મેગાસિટીના પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણથી લઇ તબીબી સુધીની તમામ અદ્યતન સુવિધાને અહીં આવરી લેવાય છે. સિંગાપુરના માળખા અનુસાર અલ્ટ્રા મોર્ડન સ્કૂલ, ઐતિહાસિક ઈમારતો તેમજ વાહનવ્યવહારના માર્ગો બધું જ સિંગાપુર બ્રોડ-વેને આધીન ડિઝાઈન થશે. જેમાં દરિયાના પાણીને પણ મીઠું કરીને લોકો સુધી પહોંચી શકાય તેવી ટેકનોલોજી પણ વસાવવામાં આવશે. આ સાથે મેગાસિટી તરીકેની ઓળખને વધુ વ્યાપ આપવા ઇન્ટરનેશનલ એરપોર્ટ, તેમજ ખૂબ જ સુંદર રીતે ટાઉન પ્લાનિંગ અને ઉંચી ઉંચી ઇમારતો અને અદ્યતન કળા સમૃદ્ધિને છાજે તેવા અલંકૃત કલા-દર્શનનો નમૂનો રજૂ કરતા મકાનો તથા ફાઈવ જી ઈન્ટનેટ સુવિધાની સાથે ફાસ્ટ મુવિંગ લાઈફને છાજે તેવી તમામ એમિનીટીઝ અહીં પૂરી પાડવામાં આવશે. આ સાથે પાર્કિંગ, ભૂકંપ, ફાયર સેફટી જેવા તમામ ઘટકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહેલ આ નગરને સી વિન્ડ અને પોર્ટની સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી પણ અપાશે.
ખાસ કરીને મેગાસિટીને ઇલેક્ટ્રીસિટી પૂરી પાડવા એક વીજ કંપનીના નિર્માણથી લઇ વાહનવ્યવહાર, શિક્ષણ તેમજ સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સગવડોને આધુનિક બનાવવી તેમજ મધ્યમ વર્ગને પોષાય તેવી અનોખી જીવનશૈલીને ઓપ આપવાનું આ ભગીરથ કાર્ય પાર પડતા જ રિલાયન્સ દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ જેવા મહાનગરોમાં પણ પોતાની સ્વપ્ન નગરીના મંડાણ નાખે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

Email id : rjaviya11@gmail.com

કેવી હશે સ્માર્ટસિટી મુંબઈની સકલ સુરત..!
80ના દશકમાં વિચારેલ પ્રોજેક્ટને વાચા પ્રદાન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મોભી શ્રી મુકેશ અંબાણીએ ધાંધલ ધમાલ અને ગીચતાથી બેહાલ મુંબઈની સકલ સુરતને એક નવો ઓપ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના માળખા અનુસાર આ અલૌકિક નગરમાં પાંચ લાખથી વધુ લોકો એકીસાથે વસવાટ કરી શકશે. 75 બિલિયન ડોલરના ખર્ચે તૈયાર થનાર આ નગરીમાં અલ્ટ્રામોર્ડન સ્કૂલથી માંડી આધુનિક હોસ્પિટલની સાથોસાથ આ મેગાસિટીને સી-વિન્ડ અને પોર્ટની સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલીટી અપાશે. ટાઉન પ્લાનિંગથી લઇ પાર્કિંગ પ્લોટ એરિયા, સુખ સુવિધાની સવલતો પણ સિંગાપુરને આધિન નિર્માણ પામશે. સમગ્ર સિટી વાઈફાઈથી સજ્જ હશે, ફાઈવજી ઈન્ટરનેટ કનેક્ટિવિટીની સાથે ટ્રાફિક સિગ્નલથી લઇ રેલ્વે બસ સ્ટેન્ડ વગેરે જેવી જાહેર જગ્યાઓ ઓટોમેટિક હશે. 22મી સદીના મનેખને છાજે તેવા અનન્ય મોભને કંડારી મુંબઈની ચાલને એક નવી રાહ અપાઈ રહી છે.

Advertisement