વિપક્ષોની પેઈજ વન પાર્ટી! થ્રિ ચિયર્સ થશે?


Advertisement

‘જીતેગા તો મોદી હી’ ના નારા વચ્ચે પણ વિકલ્પની ચર્ચા છે જ....

આભાર કે પ્રચારનો અંત આવ્યો, જે ભુલી જવા જેવો જ હતો પણ પરિણામમાં
નોન- એનડીએને કોઈ તક છે? આમંત્રણ શરૂ થયા છે પણ પાર્ટીમાં કોણ આવશે?

કોંગ્રેસ પક્ષ 300થી ઓછી બેઠકો ધરાવતા રાજયોમાં 30 બેઠકો જીતી શકે તેમ નથી. 44થી કુદકો મારી 100એ પહોંચે તો તે ‘મોટું માથુ’ ગણાશે પણ નેતૃત્વ કોને? રાહુલની ક્ષમતા શું!
શું બીજા નરસિંહરાવ કે મનમોહન શોધાશે?

તા.23 પછી શું વિપક્ષોમાં 25-30 સાંસદોના નેતા પણ પીએમ ઈન વેઈટીંગ છે. બહેન- માયાવતીએ તો તેનો ઈરાદો પણ જાહેર કરી દીધો છે. શું એનડીએ આવી તક આપશે? અને કદાચ તક મળે તો પણ કિંગ તો સરકાર ચલાવે કે નહી પણ બધા કિંગમેકર્સ બનીને ઘોડા- દોડાવશે: આવી સરકારો ટકી નથી તે વાસ્તવિકતા છે.

સૌથી મહત્વનું પ્રાદેશિક સરકાર પ્રાદેશિક જ દ્રષ્ટીકોણ ધરાવી શકે અને આ રાષ્ટ્રીય સરકાર બનાવવાની વાત છે. શું વિશ્ર્વ પણ ગંભીરતાથી લેશે આ સરકારને! વિપક્ષોને રાહ મળે
તો પણ આસાન નથી તો કદાચ વધુ એક ચૂંટણીની તૈયારી કરવી પડશે.

દેશની ઐતિહાસિક બની શકતી લોકસભા ચૂંટણી જયાંથી શરૂ થઈ હતી ત્યાં જ અંતે આવીને ઉભી રહી છે. એક મકકમ સ્વર છે. ‘જીતેગા તો મોદી હી’ અને કદાચ દેશના મોટાભાગના વિસ્તારોમાંથી આ સ્વર સંભળાય રહ્યો છે અને ગઈકાલે પ્રચારના અંતિમ દિને પાંચ વાગ્યે પ્રચાર બંધ થાય તે પુર્વે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્રકાર પરિષદમાં ફરી એક વખત ભારત 300 બેઠકો જીતશે તેવો વિશ્ર્વાસ અમીત શાહ, નરેન્દ્ર મોદીએ વિશ્ર્વાસ કર્યા અને એનડીએની સરકાર બનશે. આમ પ્રચારના અંતિમ ઘડીએ ભાજપે વિશ્ર્વાસનો ઝંડો ફરકાવી દીધો પણ કદાચ એક વાકય અમીત શાહ બોલ્યા તે કદાચ સૂચક છે કે ચૂંટણી પછી અમારા સિદ્ધાંતો અમારા નેતૃત્વમાં વિશ્ર્વાસ હોય તો અમારી સાથે (એનડીએ) જોડાઈ શકે છે અને આ એક વાકયએ નવી ચર્ચા શરુ થઈ છે કે જાહેરમાં જીતના દાવા ઓકે છે પણ શું ભાજપ પણ એ સ્થિતિ માટે તૈયાર છે કે તેને બહુમતી ન મળે તો તે અન્યનો ટેકો લેવા તૈયાર છે? એક સ્થિતિ નિશ્ર્ચિત છે કે ગમે તે પરિણામ હોય ભાજપ સૌથી મોટો પક્ષ હશે તે નિશ્ર્ચિત છે અને ચૂંટણી પુર્વેના જોડાણમાં એનડીએ પણ સૌથી વધુ બેઠકો ધરાવતો મોરચો હશે તે નિશ્ર્ચિત છે એકપણ ઓપીનીયન પોલ પણ કહે છે કે ભાજપ 220-240 અને એનડીએ 270 કે તેની આસપાસ બેઠકો મેળવશે એટલે કે ભાજપ એનડીએને સરકાર રચવા માટે બહું મુશ્કેલી પડશે નહી અને અમિત શાહે તે જ સંકેત આપી દીધો છે.
ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ બહુમતી વગર સરકાર બનાવવા બે વખત પ્રયાસ કર્યો. એક સરકાર 13 દિવસ ચાલી અને બીજી 13 માસ રહી પણ 2019 અલગ છે. હવે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એનડીએનું સંચાલન કરે છે તેથી અહી ભાજપનું સ્લોગન થોડું ફેરવવું પડે કે ‘અમિત શાહ હૈ તો મુમકીન હૈ’ ભૂતકાળમાં તેમના પક્ષના બે ધારાસભ્યો છતાં પણ તેમની માફક સરકાર રચી છે અને છેલ્લે એવા સંકેત છે કે ભાજપે આ માટે જનતાદળ (યુ)ને એલર્ટ કરી દીધો છે કે તે ચૂંટણી બાદના સંભવિત સાથી પક્ષોને મનાવવા માટે તૈયાર રહો. આમ ભાજપ-એનડીએ સરકાર રચવા માટે સૌથી ફેવરીટ છે તે નિશ્ર્ચિત છે છતાં રાજકારણ અશકયને શકય બનાવે છે તે આપણે ચૌધરી ચરણસિંઘ, ચંદ્રશેખર, દેવેગોડા, આઈ.કે.ગુજરાલ, વી.પી.સિંઘ સરકારો જોઈ છે જેમાં 20-30 સાંસદો ધરાવતા પક્ષના વડા પણ દેશના વડાપ્રધાન બની ગયા છે અને કદાચ પ્રયાસ પણ તેવા જ છે અને તેથી જ ઉતરપ્રદેશમાં 40 બેઠકો લડનાર માયાવતી 42 બેઠકો ધરાવતા રાજયના મુખ્યમંત્રી મમતા બેનરજી કે 15-20 બેઠકો સાથે ચંદ્રશેખર રાવ પણ વડાપ્રધાન બનવા તૈયાર છે. દેશની લોકસભા 543 સભ્યોની છે તેમાં શું 15-20-30 સભ્યો ધરાવતા પક્ષના નેતા વડાપ્રધાન અને પૂછડી આખા કુતરાને હલાવે તેવો ઘાટ થાય તે સ્થિતિ શું દેશ માટે યોગ્ય છે. વાસ્તવમાં દિલ્હીની કેન્દ્ર સરકાર કોઈ રાજયની સરકાર નથી કે કોઈ પ્રાદેશિક પક્ષ ચલાવે. કારણ કે પ્રાદેશિક પક્ષો પાસે પ્રાદેશિક હિત હોય છે. રાષ્ટ્રીય નહી તે ભૂતકાળમાં આપણે જોયું છે. આંધ્રને ખાસ રાજયનો દરજજો આપવા મુદે ચંદ્રાબાબુએ એનડીએ છોડયો. કદાચ તે રાજકીય નિર્ણય હોય તો પણ સોચ તો પ્રાદેશિક જ છે તેથી 15-20 સાંસદોના નેતા રાષ્ટ્રીય સરકાર ચલાવે તો વિશ્ર્વના રાષ્ટ્રો પણ ભારતને કઈ રીતે જુએ તે પ્રશ્ર્ન છે. ખેર તે મુદો અલગથી વિચારીએ તો બીજો મુદો એ છે કે મોટો પક્ષ બહારથી કોઈ સરકારને ટેકો આપે તો તેવી સરકાર લાંબુ ટકતી નથી તે આપણે ભૂતકાળમાં જોયું જ છે અને તેથી વિપક્ષમાં કોંગ્રેસ જે હાલ ભાજપ બાદ બીજા નંબરનો સૌથી મોટો પક્ષ હશે તેવા સંકેત છે. હવે કોંગ્રેસ કેટલી બેઠકો મેળવશે તે પણ પ્રશ્ર્ન છે. જો નેગેટીવ પીકચર જોઈએ તો યુપી, પ.બંગાળ, તામિલનાડુ, અવિભાજીત આંધ્ર, આસામ, ઉતરપુર્વના રાજયોએ જેની 300 બેઠકો છે તેમાં કેટલી બેઠકો મેળવશે! કોંગ્રેસની મુખ્ય આશા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, ગુજરાત જેવા રાજયો છે જેથી 150-175 બેઠકોમાંથી આ પક્ષ 100 બેઠકો મેળવશે તેવો સંકેત છે. જો કે ઓપીનીયન પોલ કોંગ્રેસને 70થી 100 વચ્ચેજ રાખે છે.
ભૂતકાળમાં યુપીએ સરકારનું સતત બે ટર્મ કોંગ્રેસે નેતૃત્વ કર્યુ પણ તેની બેઠકો 150 આસપાસ હતી અને વિપક્ષમાં સોનિયા ગાંધી પ્રત્યે આદર હતો. વિપક્ષમાં એલ.કે.અડવાણી કે અટલ બિહારી વાજપેયીએ આજના ભાજપના અમિત શાહ- નરેન્દ્ર મોદી જેવા રાજકીય ચાલના ખેલાડી ન હતા અને તેથી યુપીએ રચવું સરળ બની ગયું પણ હવે સાઉથના રાજયો, પ્લસ મમતા તો ત્રીજા મોરચા ફેડરલ ફ્રંટની હિમાયત કરે છે અને તેઓ મમતાને કે ચંદ્રશેખર રાવને પી.એમ. તરીકે આગળ ધરે છે તો શું માયાવતી-અખિલેશ તે સ્વીકારશે! અને આ સરકાર રચાશે તો શું તે પાંચ વર્ષથી ટર્મ પુરી કરી શકશે? શું તે દેશની સરકાર હશે? આ પ્રશ્ર્નોના જવાબ માટે તા.23ના રાહ જોઈએ.

\
Advertisement