www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

કેસર કેરી મોંઘી છતાં મોટાપાયે નિકાસ


દરરોજ ત્રણ ટનની નિકાસ: બોકસ દીઠ નિકાસ ભાવ 22 ડોલરથી વધીને 36 ડોલરે પહોંચ્યા

સાંજ સમાચાર

રાજકોટ તા.9
માત્ર ગુજરાત કે ભારતમાં જ નહિં પરંતુ વિદેશોમાં પણ વિખ્યાત સોરઠની કેસર કેરીના ઉત્પાદનમાં ગાબડુ હોવા છતાં ભરચકક વિકાસ થઈ રહી છે. પરીણામે લોકલમાં ભાવ પ્રમાણમાં ઉંચા રહ્યા છે.

કમોસમી વરસાદ સહીતનાં ખરાબ વાતાવરણને કારણે કેસર કેરીને પાક ગત વર્ષ કરતાં માત્ર 40 ટકા હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. છતાં નિકાસને કોઈ અસર નથી. દરરોજ ત્રણ ટન કેસર કેરીની નિકાસ થઈ રહી છે. આ વખતે ભાવ પ્રમાણમાં ઉંચા હોવા છતાં વિશ્ર્વ બજારમાં ડીમાંડ યથાવત રહી છે.

સતાવાર રીપોર્ટ પ્રમાણે વર્ષો વર્ષ વિદેશોમાં કેસર કેરીની ડીમાંડ વધતી રહી છે. આ વખતે વાર્ષિક ધોરણે નિકાસમાં 143 ટકાની વૃધ્ધિ થઈ છે. ભાવ બોકસ દીઠ 22 ડોલરથી વધીને 36 ડોલરે પહોંચ્યો હોવા છતાં ડીમાંડને કોઈ વિપરીત અસર નથી. દરેક બોકસમાં 12 કેરી હોય છે અને ત્રણથી સાડા ત્રણ કિલોનું વજન ધરાવે છે.

નિકાસ માટેની કેરીની તાલાલા માર્કેટ યાર્ડમાં પ્રોસેસીંગ કરવામાં આવે છે. પેકેજીંગ હાઉસનાં ઈન્ચાર્જ દિપક ચંદેગ્રાએ કહ્યું કે દરરોજ ત્રણ ટનની નિકાસ થઈ રહી છે. આ વખતે ઉંચા ભાડા તથા કાર્ગો ફલાઈટની સમસ્યા નડી રહી છે.

રાતા સમુદ્રની કટોકટી તથા દુબઈનાં પુરનો પ્રત્યાઘાત છે ઉંચા ભાડાને કારણે નિકાસ મોંઘી થઈ છે. અમેરીકા-કેનેડામાં વરસાદ કરતા ગુજરાતીઓની જ સૌથી મોટી ડીમાંડ છે.અમેરીકા કેનેડા ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલીયા તથા મધ્યપૂર્વનાં દેશોનાં કેસર કેરીની નિકાસ થઈ રહી છે.

Print