www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

હીરો હંમેશા સદાબહાર! સલમાન ‘સિકંદર’માં 30 વર્ષ નાની રશ્મિકા સાથે રોમાન્સ કરશે!


‘સિકંદર’ના સેટ પર સલમાન ખાનની ઉંમર વર્તાઇ

સાંજ સમાચાર

મુંબઇ, તા.10
આપણે ત્યાં હીરો અને હીરોઇનની ઉંમર વચ્ચે મોટે ભાગે તફાવત જોવા મળે છે. હીરોઇનો કરતાં હીરોની ઉંમર મોટી હોય છે, તેમ છતાં પ્રેક્ષકો આ જોડીને સ્વીકારતા હોય છે. ‘કિસી કા ભાઇ કિસી કી ની’ ફિલ્મમાં 52 વર્ષના સલમાને 25 વર્ષ નાની પૂજા હેગડે સાથે જોડી જમાવી હતી. હવે તે તેની આગામી ફિલ્મ ‘સિકંદર’માં 30 વર્ષ નાની રશ્મિકા મંદાના સાથે રોમાન્સ કરશે.

ઇદ દિવસે સલમાન ખાનની ફિલ્મ સિકંદર એનાઉન્સ થઇ હતી, પરંતુ લીડ એક્ટ્રેસ ફાઇનલ ન હતી. સિકંદરમાં સલમાન સાથે જોડી જમાવવા રશ્મિકા મંદાનાની પસંદગી થઇ હોવાનું જાણવા મળ્યું છે.

રશ્મિકાએ પોસ્ટ શેર કરીને સલમાન સાથે ‘સિકંદર’માં સમાવેશ અંગે ખુલાસો કર્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર સાજિડ દડિયાદવાલાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, સિકંદરમાં સલમાન ખાન સાથે શાનદાર  એકટ્રેસ રશ્મિકા મંદાના જોવા મળશે. 

ઇદ 2025 પર તેમના ઓનસ્ક્રિન કમાલને જોવા માટે રાહ જોવાનું અઘરું છે. રશ્મિકાએ સિકંદરમાં તક આપવા બદલ સલમાન અને નડિયાદવાલાનો આભાર માન્યો હતો.

સલમાન-રશ્મિકા વચ્ચે 30 વર્ષનો એજ ડિફરન્સ
સલમાન ખાન હાલ 58 વર્ષનાં છે જ્યારે રશ્મિકા મંદાનાની ઉંમર 28 વર્ષ છે. ‘પુપ્પા’ની સફળતા બાદ રશ્મિકા પાન ઇન્ડિયા સ્ટાર બની ચૂકી છે. રણબીર કપુર સાથે બ્લોકબસ્ટર ‘એનિમલ’માં પણ રશ્મિકાના વખાણ થયા હતા. રશ્મિકાની સ્ટાર વેલ્યુ સતત વધી રહી છે ત્યારે ‘પુષ્પા’ની સીક્વલ પણ આ વર્ષે રિલીઝ થવાની છે.

સલમાન અને રશ્મિકા વચ્ચે 30 વર્ષનો એજ ડિફરન્સ હોવા છતાં ઓન સ્ક્રિન રોમાન્સ અસરકારક રહેવાની ફિલ્મની ટીમને આશા છે. સલમાને અગાઉ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’માં 25 વર્ષ નાની પૂજા હેગડે સાથે જોડી જમાવી હતી.

‘સિકંદર’ના સેટ પર સલમાનની ઉંમર દેખાઇ
સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક એકાઉન્ટમાંથી સલમાન ખાનનો ફોટોગ્રાફ શેર થયો છે. આ પોસ્ટમાં જણાવાયું છે કે, મેગા સ્ટાર સલમાન ખાન સિકંદરના સેટ પર છે અને શૂટિંગ શરૂ થઇ ગયું છે.

સલમાન ખાનનો આ લેટેસ્ટ ફોટોગ્રાફ વાઇરલ બની રહ્યો છે. ફિલ્મોમાં ફિટ અને હેન્ડસમ દેખાતા સલમાનની ઉંમર આ ફોટોગ્રાફમાં દેખાઇ  રહી છે. ચહેરા પર કચરલીઓની સાથે પેટની ચરબીના કારણે સલમાનનો નવો લૂક ચર્ચાનો વિષય બન્યો છે.

Print