www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

બોક્સ ઓફિસ પર મળતા નબળા રિસ્પોન્સને પગલે...

ફિલ્મને ચલાવવા હવે એક સાથે એક ટિકિટ ફ્રી, અડધા ભાવ સહિતના નુસ્ખા!


સાંજ સમાચાર

મુંબઇ, તા.29
છેલ્લા કેટલાક સમયથી રિલિઝ થયેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલતી નથી ત્યારે આ ફિલ્મોને ચલાવવા નિર્માતાઓએ જાત જાતના નુસખા અજમાવવા પડ્યા છે. તાજેતરમાં રજૂ થયેલી સિધ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોધ્ધા’ને મિક્સ રિસ્પોન્સ મળ્યો હતો. રિલીઝના બીજા દિવસે મતલબ પહેલા જ વીક એન્ડ પર નિર્માતાએ એક સાથે એક ફ્રી ટીકીટનો નુસ્ખો ચલાવ્યો હતો તેમ છતાં રિસ્પોન્સ નહોતો મળ્યો.

આવું તો કદાચ પહેલીવાર બન્યું હશે કે પહેલા વીક એન્ડમાં ફિલ્મની ટીકીટના ભાવ ઘટાડયા હોય, સામાન્ય રીતે ખરાબ રિસ્પોન્સ મળે તો બીજા વીક એન્ડમાં આમ થતું હોય છે. નવાઇની વાત એ છે કે તમામ નુસખા અજમાવવા છતાં ફિલ્મ ‘યોધ્ધા’ અત્યાર સુધીમાં માત્ર 23 કરોડ રૂપિયા કમાઇ શકે છે.

આ બાબતે બોક્સ ઓફિસના જાણકાર કહે છે કે ફિલ્મ ‘યોધ્ધા’ને રીલીઝ પહેલા અનેકવાર પોસ્ટયોન કરાઇ હતી. બીજી બાજુ કમજોર ક્ધટેન્ટના ‘બસ્તર’ રીલીઝની સાથે જ ટિકિટબારી પર નબળી પડી ગઇ હતી.

માત્ર ‘યોધ્ધા’ જ નહીં ફિલ્મને નબળો રિસ્પોન્સ મળવાના કારણે કૃણાલ બેમુની ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ની ટિકિટના ભાવ નિર્માતાઓએ 150 રૂપિયા કરાવ્યા.
ઉલ્લેખનીય છે કે અગાઉ દેશની સૌથી મોટી સિનેમા ચેને પોતાના દર્શકોને વીક ડેઝમાં માત્ર 350 રૂપિયામાં ચાર ફિલ્મો જોવાની ઓફર કરી હતી.

બોક્સ ઓફિસ પર દર્શકોનું નબળું વલણ જોતાં નિર્માતાએ ફિલ્મના બજેટમાં જ ટિકિટોના ભાવમાં છૂટ આપવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.

 

Print