www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

600 વકીલોએ સીજેઆઈને લખેલા પત્ર મુદ્દે...

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ: ડરાવવા, ધમકાવવા કોંગ્રેસની જૂની સંસ્કૃતિ


કોંગ્રેસનો પલટવાર-કંપનીઓને દાન આપવા મજબૂર કરવા, બ્લેકમેલ કરવા ચૂંટણી બોન્ડ ભાજપનું મોટું હથિયાર

સાંજ સમાચાર

નવી દિલ્હી તા.29
દેશના 600થી વધુ વકીલોએ સીજેઆઈ (ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયા)ને લખેલા પત્રમાં જણાવ્યું છે કે દેશમાં એક ખાસ કોર્ટના નિર્ણયોને પ્રભાવિત કરવા દબાણ લાવવાનું કામ કરે છે, જે દેશના લોકતાંત્રીક બંધારણ અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ માટે ખતરો છે.

વકીલોના આ પત્ર પછી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે બીજાઓને ડરાવવા એ કોંગ્રેસની વર્ષો જૂની સંસ્કૃતિ છે. માત્ર પાંચ દાયકા પહેલા કોંગ્રેસે ‘પ્રતિબદ્ધ ન્યાયતંત્ર’ની હાકલ કરી હતી પણ તેઓ બેશરમ થઈને તેમના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા માંગે છે પણ રાષ્ટ્ર પ્રત્યેની કોઈપણ પ્રતિબદ્ધતાથી તેઓ બચે છે, કોઈ આશ્ચર્ય નથી થતું કે 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે.

પીએમના આ નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે લખ્યું છે- હાલના સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે પીએમ મોદીને અનેક આંચકા આપ્યા છે. ચુંટણી બોન્ડ યોજના તેનું ઉદાહરણ છે. સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યા અને હવે એ સાબીત થઈ ગયું છે કે બોન્ડ કંપનીઓને ભાજપને દાન આપવા માટે મજબૂર કરવા ડર, બ્લેક મેલ અને ધાક ધમકીનું મોટું હથિયાર તેમની પાસે હતું.

ઉલ્લેખનીય છે કે વકીલોએ તેમના પત્રમાં એવો આરોપ લગાવ્યો હતો કે એ વિચિત્ર છે કે નેતા કોઈ પર ભ્રષ્ટાચાર તો આરોપ લગાવે છે ત્યારબાદ કોર્ટમાં તેમનો બચાવ કરે છે. જો કોર્ટ તેનો મનપસંદ ચુકાદો નથી આપતી તો કોર્ટની બહાર અથવા મીડીયા દ્વારા કોર્ટની ટિકા કરવી શરૂ કરી દે છે.

 

Print