www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

સ્પેનમાં ભારે પવન અને વરસાદેે તબાહી સર્જી: દરિયા કાંઠે ચાર લોકોનાં મોત


સાંજ સમાચાર

મેડ્રિયા, તા 29 
સ્પેનના ઘણા ભાગોમાં ભારે પવન અને ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ રહી છે. એટલાન્ટિક અને ભૂમધ્ય સમુદ્રના તટ પર ત્રણ ઘટનાઓમાં દરિયામાં પડી જવાથી ચાર લોકોના મોત થયા છે. દક્ષિણ-પશ્ર્ચિમમાં પોર્ટુગલના દરિયાકાંઠે ઊંચા મોજાંની ચેતવણી વચ્ચે ચાર લોકોના મૃત્યુ ના સમચાર મળ્યા છે. 

સ્પેનિશ પોલીસે જણાવ્યું હતું કે, પૂર્વીય શહેર ટેરાગોના નજીક ભૂમધ્ય સમુદ્ર કિનારે મોરોક્કોના એક યુવક અને એક જર્મન વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સિવિલ ગાર્ડે જણાવ્યું હતું કે જર્મન માણસ મોરોક્કન યુવકને બચાવવા માટે પાણીમાં ગયો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં બંનેના મોત થયા હતા. 

તે જ સમયે, સ્પેનના ઉત્તરી કિનારે એટલાન્ટિક મહાસાગરમાં પડી જવાથી એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું હતું.  મળતી માહિતી મુજબ આ વ્યક્તિ બ્રિટિશ નાગરિક છે. બચાવ કાર્યકરોએ બે અલગ-અલગ ઘટનાઓમાં મૃતદેહો મેળવ્યા હતા, જે ઉત્તરીય શહેર મિઝોનના પશ્ચિમ કિનારે લગભગ 10 કિલોમીટરના અંતરે આવી હતી.

સત્તાવાર માહિતી મુજબ મહિલાનું મોત સમુદ્રમાં પડવાથી અને ખડકોના મોજાથી અથડાવાને કારણે થયું હતું. તમને જણાવી દઈએ કે સ્પેનની રાષ્ટ્રીય હવામાન સેવાએ દ્વીપકલ્પના ઘણા વિસ્તારોમાં ભારે પવનની ચેતવણી જારી કરી હતી.

Print