www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત: પોસ્ટમોર્ટમ બાદ દફનવિધિ: યુપીના અનેક જીલ્લામાં એલર્ટ


ગેંગસ્ટરના મોત પર કોંગ્રેસ અને સપાના નેતાઓએ ઉઠાવ્યા સવાલો: અંસારીને ધીમું ઝેર અપાયાનો પપ્પુ યાદવનો આક્ષેપ: મોતની તપાસની માંગ કરાઈ

સાંજ સમાચાર

બાંદા તા.29
ઉતરપ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા કિંગ મુખ્તાર અંસારીનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકથી થયું હતું. મુખ્તાર અંસારના મૃતદેહનું આજે પોસ્ટમોર્ટમ થશે ત્યારબાદ રાત્રે તેને ગાજીપુર જિલ્લાના કાલીબાગમાં તેને દફનાવવામાં આવશે. દરમિયાન મુખ્તાર અંસારીના મોતને લઈને તેના મોટા ભાઈ શિબકતુલ્લાહે સવાલો ઉઠાવ્યા છે. 

અમને લાગી રહ્યું છે કે, દેશના ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના નેતા સુમૈયા રાણાએ મુખ્તાર અંસારીના મોતને લઈને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે શાહબુદીન અને અતીકની હત્યા કરવામાં આવી દેશમાં બંધારણની ધજજીયા ઉડી રહી છે.

તો બિહાર કોંગ્રેસના નેતા પપ્પુ યાદવે મુખ્તાર અંસારીના મોતને બંધારણીય વ્યવસ્થા પર કલંક કહી છે. તેમણે સોશિયલ મીડીયા પોસ્ટમાં લખ્યું છે- પુર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીની સાંસ્થાનિક હત્યા કરાઈ છે. પપ્પુ યાદવે સનસનીખેજ આરોપ લગાવ્યો હતો કે તેમને ધીમુ ઝેર આપવામાં આવતું હતું.

મુખ્તાર અંસારીના મોત પર બિહારના પુર્વ મંત્રી અને રાજદ ધારાસભ્ય તેજપ્રતાપ યાદવે શોક વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ અંસારીના મૃત્યુને લઈને તેના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત રાખી દેવાયો છે.

તો અંસારીના મોતની માહિતી મળ્યા બાદ મઉમાં અંસારીના નિવાસે સેંકડો સમર્થકોની ભીડ એકઠી થઈ હતી અને ગાઝીપુર અને મઉમા કલમ 144 લાગુ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પુર્વ ધારાસભ્ય-ગેંગસ્ટર મુખ્તાર અંસારી સામે ઢગલાબંધ કેસો થયા હતા જેને કારણે તે બાંદા જેલમાં હતો.

 

 

Print