www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મેળવી બચ્ચનએ સંસ્મરણો વાગોળ્યા

મેં ઇન્ટરનેશનલ ટૂરમાં પર્ફોમીંગ શરૂ કરેલું તેની ક્રેડીટ લતાજીને જાય છે: અમિતાભ


1981માં ન્યુયોર્કમાં લતાજીનો કાર્યક્રમ હતો અને ત્યાં તેમણે મને પર્ફોમન્સ આપવા આમંત્રણ આપેલું: બિગ બી

સાંજ સમાચાર

મુંબઇ, તા.26

દંતકથારૂપી ગાયિકા સ્વ. લતા મંગેશકરની સ્મૃતિમાં બુધવારે બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ તકે અમિતાભ બચ્ચને લતાજી સાથેના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે મેં ઇન્ટર નેશનલ લાઇવ શો લતાજીના કારણે શરૂ કર્યા હતા. આ અંગે અમિતાભ બચ્ચન એક કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે 1981માં હું ન્યૂયોર્કમાં હતો ત્યારે ત્યાં મારા એક મિત્રે જણાવ્યું હતું કે લતાજી અહીં છે અને તે તમને મળવા માંગે છે.

અમિતાભે જણાવ્યું કે જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું, મેડીસન સ્કવેર ગાર્ડનમાં મારા કાર્યક્રમમાં હું તમને મારા પહેલા રજુ કરવા માંગું છું અને તમારે જ લતાજીને પ્રોગ્રામમાં રજુ કરવાના છે.

અમિતાભે કહ્યું હતું કે, હું લતાજીની વાત સાથે સહમત થયો. જ્યારે હું લતાજી સાથે મુલાકાત બાદ ઉભો થયો ત્યારે તેમણે મને કહ્યું, અમિતાભજી, મેં સાંભળ્યું છે કે આપે આપની એક ફિલ્મમાં ગાયું છે. મેં કહ્યું, એ કંઇ નથી, એ એક પ્રકારની મજાક-મસ્તી ભર્યું ગીત છે. જે લગ્નમાં ગવાય છે. અમારા ડાયરેક્ટરે આ ગીત સાંભળ્યું અને કહ્યું કે, આપણે એ ગીત ફિલ્મમાં લેશું.
અમિતાભે વધુમાં જણાવ્યું હતું કે તે ગીત હું લોકપ્રિય ટ્રેક ‘મેરે અંગને મેં’ 1981માં આવેલી ‘લાવારીસ’ ફિલ્મનું આ ગીત હતું.

અમિતાભ કહે છે, ત્યારે કાર્યક્રમમાં ઓડિયન્સમાં કેટલાકે તાળીઓ પાડી હતી તો કેટલાકે નાચવાનું શરુ કરી દીધું હતું. આ બધું જોઇને મારા મિત્રે કહેલું કે તમારે આવા કાર્યક્રમો દર વર્ષે કરવા જોઇએ. અને મેં પછી ઇન્ટરનેશનલ ટૂરમાં પફોર્મીંગ કાર્યક્રમો શરૂ કરેલા, જેની ક્રેડીટ લતાજીને જાય છે.

Print