www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણમાં ગાંધી પરિવાર દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથાનું સમાપન


સાંજ સમાચાર

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા. 9 
જસદણમાં હસમુખરાય કેશવલાલ ગાંધી તથા ગાંધી પરિવારના આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સાત દિવસ દરમ્યાન ભાગવત માહાત્મ્ય ,પરમાત્માના અવતારોની અવતરણ કથાઓ, વામન ભગવાન જન્મ,  નૃસિંહ ભગવાન જન્મ, રામ જન્મ, કૃષ્ણ  જન્મ નંદ મહોત્સવ, ગિરિરાજ પૂજા, અન્નકૂટ, કૃષ્ણ બાળ લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષ વગેરે કથાઓનું રસપાન ભાવિક ભક્તો,પરિવારજનો,મહેમાનોએ કરેલ હતું. આ કથાના વ્યાસાસને શાસ્ત્રી ભાવિનભાઈ દતુભાઈ શુક્લ (જસદણ વાળા) બિરાજી પોતાની મધુર વાણી દ્વારા ભાગવત કથામૃતનું પાન કરાવી શ્રોતાવૃંદને ભાવમાં નિમગ્ન કરેલ હતા. જસદણ શ્રીનાથજી હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી, રામજી મંદિરના મહંતશ્રી સુખદેવદાસજી તથા વાજસુરેશ્વર મંદિરના મહંત શ્રી જગાબાપુ કથામાં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરેલ હતી. કથા પૂર્ણ થયા બાદ  મોટી સંખ્યામાં લોકો માટે પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Print