www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

માળીયા હાટીનાનાં ગ્રામ્ય વિસ્તારમાં 181ની ટીમે બાળ લગ્ન થતા અટકાવ્યા: સરાહના


સાંજ સમાચાર

જુનાગઢ તા.29
 માળીયા હાટીનાનાં ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્નના આયોજનને 181ની ટીમે સજાગતા વાપરી અટકાવ્યા હતા. એક જાગૃત નાગરિક દ્વારા 181ની ટીમને કોલ કરી જાણ કરતા એક નાની વયની 17 વર્ષની કન્યા અને 22 વર્ષના વરરાજાના લગ્ન થવાના હોય 181ની ટીમના કાઉન્સેલર અરૂણાબેન કોલડીયા, મહિલા પોલીસ કર્મી ગીતાબેન સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી દિકરીનું જન્મ સર્ટી માંગેલ જેમાં કન્યાની ઉંમર 17 વર્ષ 3 માસ હોય જયારે વરરાજાની ઉંમર 22 વર્ષ 21 દિવસની હોય દિકરી પુકત વયની ન હોવાથી કંકાત્રી સહિતની અન્ય ડોકયુમેન્ટ મેળવી બે દિવસ બાદ લગ્ન હોય તે દિકરીના માવતરને કાયદાની સમજ આપી બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી દ્વારા લગ્ન અટકાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Print