નમૅદાના નામે રાજકીય રોટલા શેકનાર શાસકો દ્રારા શહેરમાં અાડકતરો પાણીકાપ: રાજાણી

14 September 2018 06:11 PM
Rajkot
Advertisement

રાજકોટ તા. ૧૩ રાજકોટ મહાનગરપાલિકા વોડૅ નં. ૩ના કોપોૅરેટર અતુલ રાજાણી શહેર કોંગે્રસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટમાં નમૅદાનીરના નામે રાજકીય રોટલા શેકનાર શાસકો દ્રારા શહરેમાં અાડકતરો પાણી કાપ મૂકવામાં અાવ્યો છે. કારણકે મેઈન્ટેનન્સ, વિજ પુરવઠો બંધ નમૅદાનું પાણી અાવેલ ન હોય, ડીઅાઈ પાઈપ લાઈન નાંખવા સહિતના વ્યાપક બ્હાના હેઠળ વખતોરુવખત પાણીકાપ ઠપકારી દેવાય છે. ગઈકાલે અચાનક વોડૅરુ૧૧ અને વોડૅરુ૧૩ માં હજારો પરીવારો પાણીની રાહ જાેતાં રહ્યા અને પૂવૅ જાહેરાત વગર પાણી ન અપાયું અને અાજે ફરીથી અડધા રાજકોટમાં પાણી કાપથી લોકોને પાણી માટે વલખાં મારવાની ફરજ પડી છે. ‘સૌની યોજના’ સહિત નમૅદાના નીરના વધામણા અને યોજના લોકાપૅણો, ભપકાંઅો, ઉદઘાટનો, જાહેરાતો અને બિનજરૂરી ખચાૅઅોના અબજાે રૂા. ના અાંધણ બાદ નમૅદાના નીર હાલ ઝાંઝવાના જળ સમાન સાબિત થયા છ.ે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અગાઉના બજેટમાં ડી૧ પાઈપલાઈન પાથરી વોડૅરુ૧૩માં ર૪ કલાક પાણી અપાશે ત્યારબાદ ગત બોડૅમાં (બજેટમાં) ર૦૧૮રુ૧૯ માં પ વોડૅમાં ર૪ કલાક પાણી અાપવાની જાહેરાતોનંુ હાલ તો બાળમરણ થયું છે. અને શહેરના અેક પણ વોડૅમાં ર૪ કલાકને બદલે પુરતું ર૦ મીનીટ પાણી અાપવામાં ભાજપના નેતાઅો નિષ્ક્રીય સાબિત થયા તેવુ અંતમાં જણાવેલ હતુ.


Advertisement