બી.એડના તાલીમાર્થીઓને ટેબલેટ આપવા માંગણી

14 September 2018 06:10 PM
Rajkot

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.નિદત બારોટ દ્વારા કુલપતિને આવેદન પત્ર

Advertisement

રાજકોટ તા.14
બી.એડના તાલીમાર્થીઓને ટેબલેટ આપવાની માંગણી ઉઠાવી આ અંગેની દરખાસ્ત મુખ્યમંત્રીને મોકલવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.નિદત બારોટએ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદન પત્ર પાઠવેલ છે.
આ અંંગે ડો.નિદત બારોટએ જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા ટેબલેટ આપવાની જોગવાઈ છે. રાજ્ય સરકાર તમામ વિદ્યાર્થીઓને રૂા.1000માં ટેબલેટ આપે છ.ે જે રીતે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષમાં ટેબલેટ આપવામાં આવે છે તે જ પ્રમાણે બી.એડના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ રૂા.1000ની કિંમતથી ટેબલેટ આપવું જોઇએ.
બી.એડનો અભ્યાસક્રમએ તાલીમી અભ્યાસક્રમ છ.ે બી.એડ. અભ્યાસક્રમમાં પ્રવેશ લેનાર તાલીમાર્થી ભવિષ્યમાં શિક્ષણના વ્યવસાય સાથે જોડાવવાનો છે. આજનો આ તાલીમાર્થી આવતીકાલનો શિક્ષક બનવાનો છે. બી.એડ. અભ્યાસની તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓએ જુદી જુદી શાળાઓમાં પ્રાયોગિક કાર્ય કરવા માટે પાઠ લેવા જવાનું હોય છે.
તાલીમાર્થીઓ જ્યારે શાળાઓમાં જાય ત્યારે તે પોતાની સાથે શૈક્ષણિક સાધનો લઇ જતા હોય છે. આ શૈક્ષણિક સાધનોમાં જ્યારે આપણું ગુજરાત વિકસિત ગુજરાત તરીકે ઓળખાતું હોય ત્યારે તાલીમાર્થી ટેબલેટ સાથે લઇને જાય તો ઉત્તમ શૈક્ષણિક સાધનનુંશાળામાં ઉપયોગ કરી શકશે. બી.એડ.ના તાલીમાર્થીને રાજ્ય સરકાર દ્વારા ટેબલેટ આપવામાંં આવશે તો તેનો ઉપયોગ ખરા અર્થમાં તાલીમાર્થીઓની મદદથી શાળાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિ.માં અંદાજે 6000 વિદ્યાર્થીઓ બી.એડ.નો અભ્યાસ કરી રહ્યા છે. રાજ્ય સરકાર હજારો વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા જઈ રહી હોય ત્યારે બી.એડ.ના તાલીમાર્થીઓને પણ ટેબલેટ આપવું જોઇએ તેવી માંગ ડો.નિદત બારોટએ ઉઠાવી છે.


Advertisement