ચીટફંડ કંપનીમાંથી ગરીબ લોકોના પૈસા પાછા મેળવવા કલેકટરને રજુઅાત

14 September 2018 06:10 PM
Rajkot
Advertisement

રાજકોટ તા.૧૪ ચીટફંડ કંપનીમાંથી ગરીબ લોકોના પૈસા પાછા મેળવવા અને ગરીબ અેજન્ટોના પરિવારને મરતા બચાવવા નવ નિમાૅણ સેનાના રાજેશ પરમાર દ્વારા કલેકટરને રજુઅાત કરવામાં અાવી છે. રજુઅાતમાં જણાવેલ છે કે ફોડ (ચીટ ફંડ) કંપની લાખો ગરીબ લોકોની મરણમુડી ફોડ (ચીટ ફંડ) કંપનીઅોમાં ફસાઈ ગઈ છે ગુજરાતમાંથી અાવી ૬૦ થી ૧૦૦ કંપનીઅો ફરાર થઈ ગઈ છે ગરીબ માણસો રોજી રોટી માટે કામ કરનાર અેજન્ટો ફસાઈ ગયા છે અોફિસો બંધ થતા લાખો અેજન્ટો બેકાર થઈ ગયા છે તેને ખાવાના ફાંફાં થઈ ગયા છે. કંપનીમાં તાળા લાગતા, ગ્રાહકો અેજન્ટોને પૈસા માટે દબાણ કરે છે અેજન્ટોઅે પોતાનંુ ઘર, મકાન, જમીન, પ્લોટ ઘરેણા વેચવા છતાં કંપનીનંુ ભુકતાન (ચુકવણુ) પુરૂ ન થતા ગ્રાહકોની ધમકીઅો અને માનસીક ત્રાસથી અેજન્ટો મરવા ઉપર મજબુર છે મહોદય ફ્રોડ (ચીટ ફંડ) કંપની માથી ઝડપથી ગરીબ લોકોના ફસાયેલા પૈસા ઝડપથી મળે અને ગરીબ લોકોને ઝડપથી ન્યાય મળે તેવી માંગ કરવામાં અાવી છે.


Advertisement