સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની કારોબારીમાં અશ્ર્િવન મહેતાની નિમણૂંકને અાવકારતા અગ્રણીઅો

14 September 2018 06:09 PM
Rajkot
  • સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની કારોબારીમાં અશ્ર્િવન મહેતાની નિમણૂંકને અાવકારતા અગ્રણીઅો

Advertisement

રાજકોટ તા. ૧૪ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની અેક કારોબારી બેઠક સૌરાષ્ટ્રરુકચ્છ સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણી મુળશંકરભાઈ તેરૈયાના અઘ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સૌરાષ્ટ્રરુકચ્છ સમસ્ત બ્રહ્મસમાજના નીરીક્ષકો ડી.જી. મહેતા, છેલભાઈ જાેષી, ચેતનભાઈ પંચોલી, ગીરીશભાઈ રાજયગુરૂ સહીતના અગ્રણીઅોની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજની કારોબારી બેઠકમાં સવાૅનુમતે પ્રમુખ તરીકે ઉદયનભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે તુષારભાઈ જાેષી, ઉપપ્રમુખ તરીકે પરાગભાઈ ત્રિવેદી તેમજ સૌરાષ્ટ્ર રુ કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના કારોબારી સભ્ય તરીકે અશ્ર્વીનભાઈ ત્રિવેદી અને અશ્ર્વીનભાઈ પી. મહેતાની વરણી કરવામાં અાવી હતી. ઉપરોકત અગ્રણીઅોઅે જણાવ્યું હતું કે અશ્ર્વીનભાઈ પી. મહેતા છેલ્લા ઘણા વષોૅથી સૌરાષ્ટ્રરુકચ્છના બ્રહ્મસમાજમાં કાયૅરત રહ્યા છે અને બ્રહ્મસમાજના વિવિધ કાયૅક્રમો સમુહલગ્ન, સરસ્વતી સન્માન સમારોહ, પારીતોષીક વિતરણ, નોટબુક વિતરણ, જેવી સેવાકીય પ્રવૃતિઅોમાં સતત અગે્રસર રહ્યા છે. ત્યારે સામાજીક ક્ષેત્રે અાગવુ સ્થાન ધરાવે છે. સાથોસાથ વડીયા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી બ્રહ્મસમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. બહોળો મિત્રવતુૅળ ધરાવતા હોવાથી અને ‘મહાદેવ હર’ નામથી જાણીતા અેવા અશ્ર્વીનભાઈ મહેતાની સૌરાષ્ટ્રરુકચ્છ બ્રહ્મસમાજની કારોબારીમાં નિમણુંક થતાં સૌરાષ્ટ્રરુકચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી જીતુભાઈ મહેતા, સૌરાષ્ટ્રરુકચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ અનીલભાઈ મહેતા, ભુપતભાઈ પંડયા, સૌરાષ્ટ્રરુકચ્છ બ્રહ્મસમાજના પ્રવકતા જયંતભાઈ ઠાકર, હરેશભાઈ જાેષી, જયેશભાઈ ત્રિવેદી સહીતનાઅોઅે અાવકારી અભિનંદન સાથે અશ્ર્વીનભાઈ પી. મહેતાને મોબાઈલ નં. ૯૮૭૯૦ પ૪૯૯૧ ઉપર શુભેચ્છા પાઠવેલ હતી.


Advertisement