દિલ્હી યુનિવર્સિટીની ચુંટણીમાં ખાનગી ઈવીએમનો મુદ્દો ગરમાયો

14 September 2018 05:58 PM
India
  • દિલ્હી યુનિવર્સિટીની ચુંટણીમાં ખાનગી ઈવીએમનો મુદ્દો ગરમાયો

ચુંટણીપંચ સિવાય કોઈને ઈવીએમનો અધિકાર નથી: અરવિંદ કેજરીવાલ: દિલ્હીની કબાટી બજારમાંથી નકામા ઈવીએમને રીપેર કરીને વપરાયા હોવાનો દાવો

Advertisement

નવીદિલ્હી તા.14
દિલ્હી યુનિ.ની ચુંટણીમાં ખાનગી ઈવીએમના ઉપયોગે નવો વિવાદ સર્જયો છે. ઈવીએમનો ઉપયોગ ફકત ચુંટણીપંચ કરી શકે છે અને તે પણ માન્ય ચુંટણીમાં જ કરી શકાય છે. પરંતુ દિલ્હી યુનિ.ની ચુંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો તે મુદો હવે ગરમાયો છે. યુનિ. સંચાલકોએ કોની પાસેથી આ ઈવીએમ મેળવ્યા તેની તપાસ કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે માંગણી કરી છે. યુનિ.ની ચુંટણીમાં ગઈકાલે ઈવીએમનો ઉપયોગમાં આ મશીન બગડતા ચુંટણી પરીણામ પણ મોડુ થયુ હતું પરંતુ બાદમાં આરએસએસના સંગઠન અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદનો વિજય થયો છે. જોકે એનએસયુઆઈએ મહામંત્રીની બેઠક કબજે કરી છે પરંતુ આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખનો અહીં સફાયો થયો છે અને તેથી જ કેજરીવાલે આ મુદો ઉઠાવ્યાનું માનવામાં આવે છે. પ્રથમ એ પ્રશ્ર્ન ઉભો થયો છે કે ખાનગી ઈવીએમનો ઉપયોગ દેશમાં પ્રથમ વખત થયો અને ઈવીએમ ફકત ચુંટણીપંચ જ ઉપયોગ કરી શકે છે. તો કઈ પ્રાઈવેટ કંપનીએ ઈવીએમ પુરા પાડયા તે પ્રશ્ર્ન પણ પુછાવા લાગ્યો છે. ચુંટણીપંચના સુત્રાના જણાવ્યા મુજબ ચુંટણીપંચના જુના નકામા જાહેર કરાયેલા ઈવીએમ દિલ્હીની કબાડી બજારમાં વેચાઈ છે. તેનો ઉપયોગ દિલ્હી યુનિ.ની ચુંટણીમાં કરવામાં આવ્યો હતો.


Advertisement