18મીએ કોંગ્રેસ દ્વારા વિધાનસભાને ઘેરાવ: વ્યુહ ઘડવા માટે ધારાસભ્યોની બેઠક

14 September 2018 05:56 PM
Gujarat

ખેડુતપ્રશ્ર્નો, મોંઘવારી સહીતના મુદ્દાઓ પર બે દિ’ના સત્રમાં હંગામાના એંધાણ

Advertisement

અમદાવાદ તા.14
વિધાનસભાનું બે દિવસનું ટુંકુ સત્ર 18મીથી શરૂ થવાનું છે. તે દિવસે કોંગ્રેસ દ્વારા ધારાસભાને ઘેરાવ કરવાનું નકકી કરવામાં આવ્યું છે જેની તૈયારીના ભાગરૂપે આજે બપોરે ત્રણ વાગ્યાથી પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક યોજાઈ છે.
વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા ધારાસભ્યોને માર્ગદર્શન આપીને 18મીએ સત્રના પ્રથમ દિવસની રણનીતિ નકકી કરવામાં આવી રહી છે. કોંગ્રેસે વિધાનસભાનું સત્ર લાંબુ રાખવાની માંગ કરી હતી. ખેડુતો મોંઘવારી, પાણી સહીતના પ્રશ્ર્નોની ચર્ચા જરૂરી ગણાવી હતી. પરંતુ રાજય સરકારે તેનો અસ્વીકાર કર્યો હતો. હવે કોંગ્રેસ વધુ આક્રમક થઈને સત્રના પ્રથમ દિવસે જ વિધાનસભાને ઘેરાવ કરશે. કોંગ્રેસનો આ કાર્યક્રમ નિષ્ફળ બનાવવા સરકાર પ્રયત્નો કરશે તે નિશ્ર્ચિત છે ત્યારે ગમે તે ભોગે કાર્યક્રમ યોજવાનો વ્યુહ નકકી કરવા ધારાસભ્યોની બેઠક રાખી છે.


Advertisement