જમ્મુ-કાશ્મીર: મીની બસ ચિનાબમાં ખાબકતાં 12ના મોત, 15ને ઈજા

14 September 2018 05:56 PM
India
  • જમ્મુ-કાશ્મીર: મીની બસ ચિનાબમાં ખાબકતાં 12ના મોત, 15ને ઈજા

કિશ્તવડના ટકીરેમાં દુર્ઘટના

Advertisement

શ્રીનગર તા.14
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતના 12 માણસો મૃત્યુ પામ્યા છે, જયારે 15ને ઈજા થઈ છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓને હેલીકોપ્ટર મારફત જમ્મુની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના કિશ્તવાડના ટકીરામાં થઈ હતી. એક મેટાડોર બેકાબુ બની ચિનાબ નદીમાં પડી હતી. એ અકસ્માતમાં 12ના મોત થયા હતાહ. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયા અને શબને નદીમાંથી કાઢવાની કામગીરી હાથ ધરી હતી.


Advertisement