ઈરાન પાસે ક્રુડતેલ ખરીદી ઘટાડવા ભારતને ફરજ પડશે

14 September 2018 05:50 PM
India
  • ઈરાન પાસે ક્રુડતેલ ખરીદી ઘટાડવા ભારતને ફરજ પડશે

Advertisement

નવીદિલ્હી તા.14
અમેરીકા દ્વારા ઈરાક પરના પ્રતિબંધના કારણે ભારતે પણ હવે ઈરાન પાસેથી ક્રુડ તેલ ખરીદવાનું ઘટાડવાનું શરૂ કર્યુ છે. ખાસ કરીને અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન સાથે વ્યાપારી સબંધો રાખનાર કોઈ પણ દેશને અમેરીકા મદદ કરશે નહીં તેવી સીધી ધમકી આપતા ભારત માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થઈ છે. અને હવે ક્રુડતેલ ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં ઈરાનનુ તેલ ભારતને સસ્તુ પડે છે ઉપરાંત ઈરાન રૂપિયામાં ખરીદીની છુટ આપે છે જેનાથી ભારત પર ડોલર ખરીદવાનો બોજો ઘટે છે. પરંતુ આગામી દિવસોમાં હવે ડોલરને વધુ ખરીદી જરૂરી બનશે. જેને કારણે રૂપિયો વધુ ગગડે તેવી ધારણા છે.


Advertisement