૩૩૦૦૦ કારખાનાનો વેરો ઘટાડવા જોવાતી સરકારની રાહ

14 September 2018 05:48 PM
Rajkot
Advertisement

રાજકોટ, તા. ૧૪ રાજકોટ શહેરમાં કાપેૅટ અેરીયા મુજબ વેરાદર લાગુ થયા બાદ ખુબ ઉંચા અેવા કારખાનાઅો પરના ટેકસ ઘટાડવા મનપાઅે સુધારો કરીને સરકારને મોકલ્યો છે. જે હવે અાવતા સપ્તાહે મંજુર થઈને અાવે અને અૌધોગિક ગૃહો રીબેટ યોજનાનો લાભ લઈ શકે તેવું માનવામાં અાવે છે. કાપેૅટ અેરીયા પ્રમાણે વેરા અાકારણીથી મોટાભાગના મિલ્કતધારકોને લાભ થયો છે. પરંતુ અૌધોગિક ગૃહોઅે તેમનો વેરા દર ખુબ ઉંચો હોવાની રજુઅાત કરી હતી. ચેમ્બર અોફ કોમસૅ અને અેન્જીનીયરીંગ અેસો. દ્વારા શાસકો અને કમિશ્નર સાથે બેઠક કરવામાં અાવી હતી. અા બાદ વેરાનો દર ર.પ૦ માંથી ૧.૭પ કરવા ઠરાવ પસાર કરાયો છે. બોડૅમાંથી અા ઠરાવ બહાલી માટે શહેરી વિકાસ વિભાગમાં ગયો છે. ગત મહિને અા નિણૅય લેવાય છતાં હજુ બહાલી અાવી નથી. પરંતુ હવે અાવતા સપ્તાહે તેની મંજૂરી મળી જાય તેવી શકયતા છે. અાથી ૩૩૦૦૦ જેટલા કારખાનેદારો ૧૦% વળતર યોજનાનો લાભ લઈ શકે છે. સાથે ઉલ્લેખનીય છે કે અે પણ છે કે ગુપ્ત રીતે મોબાઈલ ટાવર કંપનીઅોનો વેરો પણ ઘટાડી દેવાયો હતો. અા કોપોૅરેટ અને સંપૂણૅ ધંધાદારી ગૃહોને પણ વેરા ઘટાડાની મંજુરી ઉપરથી અાવી જશે!


Advertisement