ઉતરપ્રદેશમાં બે અાશ્રયસ્થાનોમાંથી ર૪ બાળકો ગૂમ : યોગી સરકાર ચોંકી

14 September 2018 05:45 PM
India
Advertisement

ઉતરપ્રદેશના દેવરિયા શેલ્ટર હોમમાં યૌન શોષણની ઘટના પ્રકાશમાં અાવ્યા બાદ હવે બે શેલ્ટર હોમમાંથી ર૪ બાળકો ગૂમ થયાનો ચોંકાવનારો બનાવ ખુલ્યો પડયો છે. વારાણસીના લક્ષ્મી શિશૂ ગૃહ તથા મીરઝાપુરના મહાદેવ શિશૂ ગૃહમાંથી બાળકો ગાયબ થતા સરકાર ચોંકી ઉઠી છે. યોગી સરકાર ખળભળી છે અને તાત્કાલીક તપાસના અાદેશ કરવામાં અાવ્યા છે. બીજી તરફ કેન્દ્રીય બાલવિકાસ મંત્રાલય દ્વારા થતા ૧પમી સપ્ટેમ્બર સુધીમાં રીપોટૅ મોકલવાની તાકિદ કરવામાં અાવી છે. બંને જિલ્લાઅોમાં જિલ્લા કલેકટરોને તપાસના અાદેશ કરવામાં અાવ્યા છે. સંસ્થાના જ રીપોટૅમાં અેવો પદાૅફાશ થયો છે કે વારાણસીમાં સાત તથા મિઝાૅપુરમાં ૧૭ બાળકો ગૂમ છે. અા બાળકોને કોઈઅે દતક પણ લીધા નથી. અનાથાશ્રમમાં પણ મૌજુદ નથી. અાઘાતજનક બાબત અે છે કે કેન્દ્રના મહિલારુબાળ વિકાસ મંત્રાલયે બાળકો ગૂમ થયા હોવાનો ભાંડો ફોડયો હતો તેને પગલે રાજય સરકારમાં દોડધામ મચી હતી. બે પૈકીના લક્ષ્મી શિશૂ ગૃહને તો પાંચ મહિના પૂવેૅ જ બ્લેકલીસ્ટ કરવામાં અાવ્યું હતું. છતાં તેની કામગીરી બેરોકટોક ચાલી જ રહી હતી.


Advertisement