વિજય માલ્યાને બેંક લોન પ્રકરણમાં નાણા મંત્રાલયના અધિકારીઅો સામે કસાતો ગાળિયો

14 September 2018 05:44 PM
India
  • વિજય માલ્યાને બેંક લોન પ્રકરણમાં નાણા મંત્રાલયના અધિકારીઅો સામે કસાતો ગાળિયો

સીબીઅાઈ દ્રારા દસ્તાવેજાે કબ્જે કરાયા

Advertisement

નવી દિલ્હી તા. ૧૪ સેન્ટ્રલ બ્યુરો અોફ ઈન્વેસ્ટિગેશન (સીબીઅાઈ)અે યુપીઅે સરકાર વખતે કિગફિશર અેરલાઈન્સને જાહેર ક્ષેત્રની બેંકો તરફથી લોન અાપવામાં નાણા મંત્રાલયના અધિકારીઅોની સંડોવણી બાબતે નવેસરથી તપાસ શરૂ કરી છે. સીબીઅાઈઅે અા માટે નાણામંત્રાલયનો સંપકૅ કરી કેસ મજબુત કરવા દસ્તાવેજાે કબજે કયાૅ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારીઅોની વધુ પુછપરછ માટે અા ફાઈલો રુ દસ્તાવેજાેની ચકાસણી ચાલી રહી છેે. અહેવાલો મુજબ અે સમયના કેટલાક અધિકારીઅોની પૂછપરછ થઈ છે. જાે કે અા પ્રાથમિક તપાસ છ.ે તપાસનો વ્યાપ વધશે ેમ અાગળની કાયૅવાહી થશે. કિગફિશર અેરલાઈનના માલિક વિજય માલ્યાના નિવાસસ્થાને તપાસ દરમિયાન પત્રવ્યવહાર અને ઈમેઈલથી અાપલે બાબતે તપાસ થશે. કોપોૅરેટ મંત્રાલયના સિરીયડ ફોડ ઈન્વેસ્ટિગેશન અોફિસના રિપોટૅમાં પણ અા દસ્તાવેજાેનો ઉલ્લેખ કરાયો હતો. મોટાભાગનો મેઈલ માલ્યા અને તેમની કંપનીના સલાહકારો, ખાસ કરીને અેક રવિ નેડુન્ગાડી, હરિશ ભાટ અને અે રઘુનાથન વચ્ચે થયા છે. સીબીઅાઈઅે ર૦૦૮ અને ર૦૧૩ વચ્ચે અેકલાખથી વધુ ઈન્ટરનેટ ઈરુમેઈલ કબજે કયાૅ હતા. અેજન્સી અે વખતના જાેઈન્ટ બેન્કિંગ સેક્રેટરી અમિતાભ વમાૅની ભૂમિકા તપાસી રહી છે. વમાૅના કેટલાય ઉલ્લેખવાળા ઈમેઈલમાં અેક માલ્યાઅે ર૬ માચૅ ર૦૦૯ અે રવિ નાંદુન્ગાડીને સ્ટેટ બેંક અોફ ઈન્ડિયાની રૂ. પ૦૦ કરોડની લોન બાબતે લખ્યો હતો.


Advertisement