પાકિસ્તાની બોડૅરે અદ્રશ્ય હાઈટેક દિવાર

14 September 2018 05:41 PM
India
  • પાકિસ્તાની બોડૅરે અદ્રશ્ય હાઈટેક દિવાર

ભારતનો ટેકનોલોજી પ્રયોગ : સોમવારે બે પાયલોટ પ્રોજેકટ લોન્ચ કરાશે

Advertisement

નવી દિલ્હી, તા. ૧૪ પાકિસ્તાન સરહદેથી ત્રાસવાદી ઘુસણખોરી રોકવા માટે ઈલેકટ્રોનિક દિવાર ખડકવામાં અાવી છે. જમ્મુમાં અાંતરરાષ્ટ્રીય સરહદે બે ભાગમાં અત્યાધુનિક સવેૅલન્સ સિસ્ટમ તૈયાર કરવામાં અાવી છે. અા સિસ્ટમ અંતગૅત જમીન, પાણી તથા હવામાં અેક અદ્રશ્ય દિવાલ બનશે. અા સુવિધાથી ઘુસણખોરોની અોળખ મેળવવામાં અને તેઅોને અટકાવવામાં સૈન્યને મોટી મદદ મળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંઘ દ્વારા અાવતા સોમવારે જમ્મુમાં બે પાયલોટ પ્રોજેકટ લોન્ચ કરવામાં અાવશે. અેક પ્રોજેકટમાં પ.પ કિલોમીટરની સરહદને અદ્રશ્ય દિવારનું કવચ મળશે. અા સિસ્ટમને કોમ્પિ્રહેન્શીન ઈન્ટીગ્રેટેડ બોડૅર મેનેજમેન્ટ સિસ્ટમ નામ અાપવામાં અાવ્યું છે. પાકિસ્તાની સરહદેથી મોટાભાગે રાત્રે અને વેરાન વિસ્તારોમાંથી ઘુસણખોરી થતી હોય છે. નવી સુવિધામાં અેલામૅ સહિતની સવાલતો હશે. અદ્રશ્ય દિવાલ ઉપરાંત અાકાશી નિગરાની માટે અેરશીપ, ગ્રાઉન્ડ સેન્સર વગેરે હશે જે કોઈપણ જાતના સળવળાટને પકડીને સૈન્યને અેલટૅ કરશે. ત્રાસવાદીઅો ઘણી વખત સુરંગ ખોદીને ઘુસણખોરી કરતા હોય છે તેને પણ પકડી શકાશે. ગૃહવિભાગમાં અેક અધિકારીઅે કહયું કે બોડૅર પર અત્યાધુનિક સિસ્ટમનો અા પ્રથમ પ્રયોગ છે. જયાં સૈન્ય જવાનો મારફત નિગરાની શકય નથી તેવા સ્થળોઅે સિસ્ટમ ઉપયોગી બનશે. ત્રાસવાદી ઘુસણખોરી રોકી શકાશે ઉપરાંત સૈન્ય દળોની તાકાત પણ વધશે.


Advertisement