મગફળી ગોડાઉનમાં જનતા રેડ મામલે જશવંતસિંહ સહિતના કોંગી અાગેવાનોની ધરપકડ

14 September 2018 05:40 PM
Rajkot
  • મગફળી ગોડાઉનમાં જનતા રેડ મામલે જશવંતસિંહ સહિતના કોંગી અાગેવાનોની ધરપકડ

Advertisement

રાજકોટ, તા. ૧૪ ગુજરાતભરમાં ખળભળાટ સજૅનાર મગફળી કૌભાંડની ઉંડી તપાસની માંગ સાથે કોંગ્રેસે અાંદોલન કયુૅ હતું તે દરમ્યાન પોરબંદર સ્થિત સરકારી ગોડાઉનમાં જનતા રેડ કરવામાં અાવી હતી. અા ઘટનાને અનુસંધાને પોરબંદર પોલીસ દ્વારા રાજકોટના કોંગી અગ્રણી અને પોરબંદર કોંગ્રેસના પ્રભારી જસવંતસિંહ ભટ્ટી સહિતના અાગેવાનોની ધરપકડ કરી હતી. પોરબંદર શહેર / જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ ભટ્ટીની યાદી મુજબ ભ્રષ્ટાચારી ભાજપનાં મગફળીકાંડને ખુલ્લો પાડવા માટે પોરબંદર માટે અજુૅનભાઈ મોઢવાડીયાની અાગેવાની હેઠળ જનતાને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા મગફળીના સરકારી ગોડાઉનમાં જનતારેડ પાડવામાં અાવેલ હતી અને તાળા તોડીને ગોડાઉનમાં પ્રવેશની કૌભાંડ પકડવામાં અાવેલ હતું. જે અંગે પોરબંદર પોલીસ દ્વારા મગફળી કાંડના અારોપીઅોને બદલે કૌભાંડ બહાર લાવનાર કોંગ્રેસ પક્ષના અાગેવાનો સામે ગુન્હો નોંધેલ હતો. જે અંતગૅત તા. ૧૩/૯/ર૦૧૮, ગુરૂવારના રોજ પોરબંદર ઉધોગનગર પોલીસ દ્વારા પોરબંદર શહેર/જીલ્લા કોંગ્રેસના પ્રભારીઅો જશવંતસિંહ ભટ્ટી, પાલભાઈ અાંબલીયા અને પોરબંદર કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાની ધરપકડ કરવામાં અાવેલ હતી. કોંગ્રેસના અાગેવાનોની ધરપકડ સમયે રાજકોટનાં કોંગ્રેસી અાગેવાનો ઈન્દુભા રાખોલ, ગોપાલભાઈ અનડકટ અને હરભમભાઈ મોઢવાડીયા હાજર રહેલ હતા.


Advertisement