ઈન્કમ ટેકસનો સતત ત્રીજા દિવસે સવેૅ : બિલ્ડર તથા ખોળના વેપારી પર કાફલો ત્રાટકયો

14 September 2018 05:39 PM
Rajkot
Advertisement

રાજકોટ, તા. ૧૪ કરચોરી પકડવા માટે અાવકવેરા ખાતા દ્વારા સવેૅનો દોર શરૂ થયો હોય તેમ અાજે સતત ત્રીજા દિવસે અોપરેશન હાથ ધરવામાં અાવ્યું હતું. જાણીતા બિલ્ડર તથા ખોળની વેપારી પેઢી પર તવાઈ ઉતારવામાં અાવી હોવાના સંકેત છે. અાવકવેરા ખાતાના સુત્રોઅે જણાવ્યું છે કે ઈન્કમ ટેકસ રેન્જરુવન દ્વારા ત્રણ દિવસમાં બીજો સવેૅ શરૂ કરવામાં અાવ્યો છે. બપોરથી અધિકારીઅોનો કાફલો બે સ્થળોઅે ત્રાટકયો હતો અને હિસાબી સાહિત્યની ચકાસણી સહિતની કાયૅવાહી હાથ ધરવામાં અાવી હતી. જાણીતા બિલ્ડર સાંનિઘ્ય બિલ્ડર તથા રાજદાણ કેટલ ફિડ પર તપાસ શરૂ કરવામાં અાવી હતી. રાજકોટમાં ચાલુ સપ્તાહમાં ઈન્કમટેકસે અા ત્રીજુ અોપરેશન હાથ ધયુૅ છે. મંગળવારે મેટોડામાં ત્રણ અૌધોગિક અેકમોમાં રેન્જ વન દ્વારા સવેૅ કરીને દોઢ કરોડનું ડિસ્કલોઝર કરવામાં અાવ્યું હતું. બીજા દિવસે દવેરાવળમાં ફીશીંગમાં સપોટૅર જુથને નિશાન બનાવાયુ હતું અને ત્યાંથી પણ દોઢ કરોડનું ડિસ્કલોઝર કરાયું હતું. અાજે બિલ્ડર તથા ખોળના વેપારીને ઝપટે લેવામાં અાવ્યા છે. તેમાંથી પણ મોટી કરચોરી પકડાવવાની અાશંકા વ્યકત કરવામાં અાવી રહી છે. અાવતા દિવસોમાં હવે તહેવારોની મોસમ શરૂ થવાની છે તે પૂવેૅ ઈન્કમ ટેકસને તપાસરુસવેૅનો સિલસિલો શરૂ કરતા વેપાર ઉધોગકારોમાં ફફડાટ છે.


Advertisement