ચૂંટણીપંચની ‘ચૂંટણી પરીક્ષા’માં પ8 ટકા અધિકારીઓ નાપાસ

14 September 2018 05:37 PM
India
  • ચૂંટણીપંચની ‘ચૂંટણી પરીક્ષા’માં પ8 ટકા અધિકારીઓ નાપાસ

ચૂંટણીપંચ ચોંકયુ : પ્રશ્ર્નપત્રની સમીક્ષા કરવા તથા અધિકારીઓને વધુ ઘનિષ્ઠ તાલીમ આપવા નિર્ણય

Advertisement

નવી દિલ્હી તા.14
મઘ્યપ્રદેશમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ચૂંટણીપંચ દ્વારા અધિકારીઓની ખાસ ચૂંટણી પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં પ8 ટકા અધિકારીઓ નાપાસ થતાં ચૂંટણીપંચ ચોંકી ઉઠયું છે અને હવે પ્રશ્ર્નપત્રની સમીક્ષા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ચૂંટણીપંચની તપાસમાં એવું બહાર આવ્યું છે કે પ્રશ્ર્નપત્ર જ ભૂલ ભરેલું અને ઘણુ લાંબુ હતું. પરિણામે મોટી સંખ્યામાં અધિકારીઓ પરીક્ષા પાસ કરી શકયા ન હતા. પ્રશ્ર્નપત્રમાં મોટા પ્રમાણમાં કાયદાકીય પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા. એટલે ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાચા જવાબ આપી શકયા ન હતા. ચૂંટણીપંચે હવે પ્રશ્ર્નપત્ર તૈયાર કરવા માટે નવી માર્ગદર્શિકા ઘડવાનું નક્કી કર્યુ છે અને માત્ર ચૂંટણીને લગતા કાયદાઓ ના જ સવાલો પૂછવામાં આવે છે.
વિધાનસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓનું જ્ઞાન ચકાસવા પરિક્ષા લેવામાં આવી હતી. પ61માંથી 238 અધિકારીઓ જ પરીક્ષા પાસ કરી શકયા હતા. પરીક્ષા આપનારા અધિકારીઓમાં સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ, અધિક કલેકટર અને રેવન્યુ અધિકારીઓનો સમાવેશ થતો હતો. પરીક્ષા પૂર્વે આ તમામ અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી. સૂત્રોએ એમ કહ્યું કે પ8 ટકા અધિકારીઓ નાપાસ થતાં હવે નવા પ્રશ્ર્નપત્ર સાથે નવેસરથી પરીક્ષા લેવામાં આવશે. સાથો સાથ તાલીમી પઘ્ધતિ પણ બદલાવવામાં આવશે.
ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં અધિકારીઓ નાપાસ થતાં પંચ પણ ચિંતીત બન્યું છે અને તે પાછળના કારણોનો ઝીણવટ ભર્યો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાક અધિકારીઓને હજુ વધુ ઘનિષ્ઠ તાલીમ આપવાની જરૂર હોવાનું પણ માલૂમ પડયું છે. એકંદરે પ્રશ્ર્નપત્રમાં જ બદલાવ કરવાનો સૂર ઉઠયો છે. પ્રશ્ર્નપત્ર ઘણુ લાંબુ હોવાનું પણ માલુમ પડયું હતું. ઉપરાંત અધિકારીઓને તે વિશે કોઇ તાલીમ અપાય ન હતી તેને લગતા પણ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યા હતા.
ચૂંટણીપંચની પરીક્ષામાં પાસ થવા માટે 70 ટકા ગુણ મેળવવા અનિવાર્ય હોય છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે. ચૂંટણીપંચની સંસ્થા ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેકશન મેનેજમેન્ટ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી. ચૂંટણી સ્ટાફની યોગ્યતા ચકાસવા માટે આ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી હોય છે. પરીક્ષાના પરિણામના આધારે ચૂંટણીપંચ અધિકારીઓની તાલીમ નક્કી કરતી હોય છે.


Advertisement