પાસનું પાસવાગ્રુપ મેદાનમાં: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ‘શહીદ ભવન’

14 September 2018 05:14 PM
Gujarat
  • પાસનું પાસવાગ્રુપ મેદાનમાં: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ‘શહીદ ભવન’

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દીકના પારણા બાદ વધુ એક ગ્રુપે મોરચો માંડયો 14 પાટીદારની શહીદી પર કેમ એક ટવીટ થયું નથી? તા.31-10ના જ શહીદ ભવનનું લોકાર્પણ: મોદીના કાર્યક્રમ સમયે તનાવનો ભય તા.31ના 101 પાટીદારો મુંડન પણ કરાવવા માટે સુપ્રીમમાં જવા તૈયારી

Advertisement

અમદાવાદ: હાર્દીક પટેલના પરિણામ ઉપરના ઉપવાસના પારણા થયા બાદ પાસના એક આંદોલનકારીએ સરકાર સામે મોરચો માંડયો છે. પાસના સંગઠન પ્રભારી કહેવાતા દિલીપ સાબવાએ 31 ઓકટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનીટી નજીક શહીદ પાટીદાર યુવાનોની યાદમાં ત્રિવીધ ભવન બનાવવાની જાહેરાત કરી ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતાં દિલીપ સાબવાએ કહ્યું કે ત્રણ વર્ષથી ચાલતા આંદોલનમાં 14 પાટીદાર યુવાનો શહીદ થયા હોવા છતાં તેમને કોઈ શબ્દ ઉચ્ચાર્યો નથી. ત્યારે જેમની કર્મભૂમિ, જન્મભૂમિ અને માતૃભૂમિ ગુજરાત હોઈ તેવા પ્રધાનમંત્રીને ગુજરાતના પાટીદારો અને ખેડુતોની વેદનાનો સંદેશો આપવા માટે કિસમે હે કિતના હે દમ જે આ કાર્યક્રમ આપશે.
101 પાટીદારો અને ખેડુત યુવાનો કરાવશે મુંડન
જેમાં તા.30-10-2018ના રોજ શહીદ પાટીદારોની પ્રતિમાની યાત્રા બોટાદથી 101 ગાડીના કાફલા સાથે નીકળી નર્મદા પહોંચશે. જયાં તા.30-10-18ના રોજ ત્રિવીધ ભવનના સ્થળ ઉપર 101 પાટીદાર યુવાનો અને ખેડુતો મુંડન કરાવશે. ત્યાં આહુતિ યજ્ઞ થશે ત્રિવિધ ભવનના લોકાર્પણમાં રાષ્ટ્રીય સ્તરના રાજકીય અને સામાજીક આગેવાનો પધારશે. 31-10-18ના રોજ જયાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ છે. તેની નજીક તેજ સમયે પાટીદાર ત્રિવિધ ભવનનું લોકાર્પણ થશે અને આ સિવાય અનામત માટે સુપ્રીમમાં લીગલ લડત ચલાવવામાં આવશે. ત્રિવિધ ભવન અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચલાવવા સામાજીક આગેવાનો અને ગુજરાતના પાટીદારોનું યોગદાન લેવાશે.
દિલીપ સાબવાએ સરકાર પાસે મુખ્ય માંગણી મુકી હતી કે પાટીદાર સમાજની ઓબીસીમાં સમાવેશની માંગ પુરી થાય. શાહીદ પરિવારને ન્યાય મળે. પાટીદાર યુવાનો પર થયેલ કેસ પાછા ખેંચવા. જવાબદાર અધિકારીઓ ઉપર પગલા લો. અલ્પેશ કથીરીયા, સુરેશ ઠાકરે અને સતીશ પટેલને જેલમુક્ત થાય. ખેડુતો સંપૂર્ણ ધિરાણ માફ થાય.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.2 ઓકટો.ના સ્ટેચ્યુ ઓફ યુનીટનું લોકાર્પણ કરવા માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તે જ સમયે સાખવા ગ્રુપના આ કાર્યક્રમથી નવો તનાવ સર્જાય તેવી ધારણા છે.


Advertisement