લાલજીભાઇ ગ્રુપે આંદોલન મુલત્વી રાખ્યું : કાલે પાટીદાર સંસ્થાઓ સાથે બેઠક

14 September 2018 04:35 PM
Ahmedabad
  • લાલજીભાઇ ગ્રુપે આંદોલન મુલત્વી રાખ્યું : કાલે પાટીદાર સંસ્થાઓ સાથે બેઠક

10 દિવસ સુધી હાલ આંદોલન નહી કરવાની જાહેરાત

Advertisement

ગાંધીનગર તા.14
પાટીદાર અનામત આંદોલન ના પ્રણેતા હાર્દિક પટેલની ઉપવાસ લીલા સંકેલાયા બાદ ઉત્તર ગુજરાત ના સરદાર પટેલ ગ્રુપ(એસપીજી)ના લાલજી પટેલે સરકાર સામે 72 કલાકનું અલ્ટીમેટમ આપતો ત્રણ પાના નો પત્ર લખ્યો હતો. જેના કારણે નવા આંદોલનના સંકેતો મળતા હતા. પરંતુ સરકારે એસપીજીના પત્ર અંગે અને તેના મુદ્દે સરકારે કોઈ નિર્ણય કર્યો નથી. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર દ્વારા પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ સાથે આગામી સપ્તાહે બેઠક કરશે. જેમાં ચર્ચાઓ બાદ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં આવશે. આ ચર્ચામાં જેમાં અલ્પેશ કથિરીયા ની જેલ મુક્તિ ના મુદ્દાને અગ્રિમતા આપવામાં આવશે. આ ઉપરાંત પાસ અને સ એસપીજી દ્વારા અપાયેલ અન્ય કેટલાક મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ શકે છે.
આજે એસપીજી પ્રવકતા પૂર્વિન પટેલે નિવેદન કર્યું હતું કે સરકાર સામે એસપીજીએ આપેલું 72 કલાક નું એસપીજી નું અલ્ટી મેટમ પૂરું થયું છે. ત્યારે પાટીદાર સમાજ ની 6 સંસ્થાઓ ના મોવડીઓ ની અપીલ બાદ એસપીજી દ્વારા આગામી દિવસોમાં અપાનારા અષ્ચર્યજનક કાર્યક્રમો ને 10 દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કારણ કે અમારા અલ્ટીમેટમ સામે પાટીદાર સામાજિક સંસ્થાઓ ના સામાજિક અગ્રણીઓ એ કોઈપણ કાર્યક્રમો નહિ કરવા એસપીજી ને અપીલ કરી હતી. ત્યારે સમાજના શ્રેષ્ઠીઓ તરફથી કરાયેલા અનુરોધ ના પગલે હાલ અમે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીશું. અને સરકારને એસપીજી એ આપેલા 8 મુદ્દાઓ ની ચર્ચા સરકાર સમક્ષ કરવાની ખાતરી પણ અમારા વડીલો એ આપીછે. જેના કારણે આ નિર્ણય લીધો હોવાનું પૂર્વીન પટેલ પ્રવક્તા (એસપીજી)તરફથી જાણવા મળ્યું છે.


Advertisement