રાજયમાં મોસમનો કુલ વરસાદ 73.87 ટકા : કચ્છ કોરૂ રહ્યું

14 September 2018 04:33 PM
Ahmedabad
  • રાજયમાં મોસમનો કુલ વરસાદ 73.87 ટકા : કચ્છ કોરૂ રહ્યું
  • રાજયમાં મોસમનો કુલ વરસાદ 73.87 ટકા : કચ્છ કોરૂ રહ્યું

નૈરૂત્યનું ચોમાસુ હવે વિદાયભણી : રાજયમાં ચિંતા યથાવત

Advertisement

ગાંધીનગર તા.14
રાજ્યમાં ચોમાસું હવે હળવે હળવે વિદાય તરફ આગળ વધી રહ્યું છે. વરસાદ પણ ધીમી ધારે કયાંક કયાંક વરસે છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 73.87 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજીયનમાં 94.79 ટકા અને સૌથી ઓછો કચ્છ રીજીયનમાં 26.51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.93 ટકા, સૌરાષ્ટ્રમાં 72.20 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 66.83 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતા અહેવાલો મુજબ આજે તા.14/09/2018 સુધીમાં રાજ્યના આણંદ, ગીર-સોમનાથ, ભરૂચ, નવસારી અને વલસાડ મળી કુલ પાંચ જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. સૌથી વધુ ગીર-સોમનાથ જિલ્લામાં 139.85 ટકા અને સૌથી ઓછો કચ્છ જિલ્લામાં 26.51 ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત આણંદ જિલ્લામાં 101.80 ટકા, ભરૂચમાં 101.84 ટકા, નવસારીમાં 109.78 ટકા અને વલસાડ જિલ્લામાં 101.80 ટકા સરેરાશ વરસાદ થયો છે.
આ ઉપરાંત રાજ્યના 34 તાલુકાઓ એવા છે કે, જ્યાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ થયો છે. જેમા સૌથી વધુ કોડીનાર તાલુકામાં 164.37 ટકા અને સૌથી ઓછો લખપત તાલુકામાં 3.44 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે આણંદ તાલુકામાં 121.43 ટકા, બોરસદમાં 108.91 ટકા, ખંભાતમાં 104.46 ટકા, પેટલાદમાં 109.90 ટકા, સોજીત્રામાં 104.85 ટકા, તારાપુરમાં 110.88 ટકા, માળીયામાં 135.25 ટકા, મેંદરડામાં 132.25 ટકા, ગીર-ગઢડામાં 158.25 ટકા, સુત્રાપાડામાં 145.48 ટકા, તલાલામાં 105.87 ટકા, ઉનામાં 155.81 ટકા, વેરાવળમાં 113.57 ટકા, જાફરાબાદમાં 142.67 ટકા, રાજુલામાં 119.78 ટકા, અંકલેશ્વરમાં 133.39 ટકા, મહુવામાં 119.62 ટકા, નેત્રંગમાં 132.37 ટકા, વાલીયામાં 144.62 ટકા, તળાજામાં 109.47 ટકા, વાલોડમાં 106.62 ટકા, ડોલવણમાં 113.65 ટકા, બારડોલીમાં 101.65 ટકા, માંગરોળમાં 127.63 ટકા, ચીખલીમાં 113.91 ટકા, ગણદેવીમાં 103.31 ટકા, ખેરગામમાં 125.37 ટકા, નવસારીમાં 102.67 ટકા, વાંસદામાં 113.84 ટકા, ઉમરગામમાં 120.75 ટકા, વસલાડમાં 112.54 ટકા અને વઘઇમાં 141.57 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યના 33 જિલ્લાઆોમાં સરેરશ વરસાદની વિગતો જોઇએ તો કચ્છ જિલ્લામાં 26.51 ટકા, પાટણમાં 30.59 ટકા, બનાસકાંઠામાં 33.06 ટકા, મહેસાણામાં 33.82 ટકા, સાબરકાંઠામાં 58.12 ટકા, અરવલ્લીમાં 67.78 ટકા, ગાંધીનગરમાં 39.33 ટકા, અમદાવાદમાં 39.43 ટકા, ખેડામાં 67.70 ટકા, આણંદમાં 101.80 ટકા, વડોદરામાં 58.48 ટકા, છોટાઉદેપુરમાં 67.16 ટકા, પંચમહાલમાં 78.15 ટકા, મહીસાગરમાં 56.50 ટકા, દાહોદમાં 67.16 ટકા, સુરેન્દ્રનગરમાં 41.98 ટકા, રાજકોટમાં 54.72 ટકા, મોરબીમાં 43.40 ટકા, પોરબંદરમાં 60.58 ટકા, જૂનાગઢમાં 91.70 ટકા, ગીર-સમોનાથમાં 139.85 ટકા, અમરેલીમાં 76.53 ટકા, ભાવનગરમાં 55.55 ટકા, બોટાદમાં 61.62 ટકા, ભરૂચમાં 101.84 ટકા, નર્મદામાં 66.12 ટકા, તાપીમાં 85.99 ટકા, સુરતમાં 90.78 ટકા, નવસારીમાં 109.78 ટકા, વલસાડમાં 101.69 ટકા અને ડાંગમાં 93.10 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજયના ઓછા વરસાદવાળા
જિલ્લામાં નર્મદાના પાણી પહોંચાડાશે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ગાંધીનગરમાં જાહેરાત
ગાંધીનગર તા.14
રાજ્યમાં હજુ પણ કેટલાક જિલ્લાઓમાં ઓછો વરસાદ પડવાના કારણે ખેડૂતો ના પાકને નુકશાન થવાની ભીતી સર્જાઈ છે.ત્યારે ઓછા વરસાદ વાળા જિલ્લાઓમાં સરકાર દ્વારા નર્મદા નું વધુ પાણી આપી ખેડૂતો માટેનો મહત્વ નો નિર્ણય રાજ્ય સરકાર લેશે. આ અંગે સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ નર્મદા કેનાલમા થી સિંચાઈ માટે વધુ પાણી છોડવા સરકારનું આયોજન વિચારણા હેઠળ છે. ગઈકાલે ગુરુવારે રજા હોવા છતાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના નિવાસસ્થાને મોડી સાંજે મેહત્વની બેઠક મળી હતી. જેમાં ખેડૂતો ના પ્રશ્નો મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં આગામી દિવસોમાં નર્મદા મા થી સિંચાઈ માટે વધુ પાણી પુરવઠો છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને ટૂંક સમયમાં આ નિર્ણય અંગે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Advertisement