જામનગરમાં પેટ્રોલ રૂા.80.36 નું થયું ડીઝલનો ભાવ પણ 78.61 થઇ ગયો

14 September 2018 03:47 PM
Jamnagar

વિશ્ર્વની સૌથી મોટી રિફાઇનરી ધરાવતા જિલ્લા

Advertisement

જામનગર તા.14:
લોકો, વિરોધપક્ષો ભલે ગમે તેટલી બુમો નાંખે પરંતુ ઓઇલ કંપનીઓએ સરકારના મૌનરૂપી સાથથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વૈશ્ર્વિક બજારના કારણે પકડી રાખી વધારો કરવાનું સતત ચાલુ રાખ્યું છે જેને પગલે જામનગરમાં પેટ્રોલનો ભાવ રૂા. 80.36 થઇ ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ (કાચુ તેલ) વધી રહ્યો છે અને અમેરિકન ચલણ ડોલર સામે ભારતિય રૂપિયો સતત ઘસાઇ રહ્યો છે. આ બે આંતરરાષ્ટ્રીય પાડાની લડાઇમાં ભારતીય પ્રજાને મોંઘવારીની ઘાણીમાં વધુ પિસાવારૂપી દંડ થઇ રહ્યો છે.
જામનગરમાં આજના ભાવ વધારા બાદ પેટ્રોલ વધીને રૂા. 80.36 નું થઇ ગયું છે. તો ડીઝલ પણ 24 પૈસાના વધારા સાથે 78.61 એ પહોંચી ગયું છે.
વિધિની વક્રતા એ છે કે જામનગર જિલ્લામાં દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી આવેલી છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ્સાર કંપનીએ થોડા સમય પહેલા જ વેચી નાંખેલી અને રસિયન કંપનીએ હસ્તગત કરેલી ઓઇલ રિફાઇનરી આવેલી છે. આમ છતાં સરકારે ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરનો ટેકસ ઘટાડવા નફફટાઇપૂર્વકના પાડી દીધી છે.


Advertisement