જામનગરમાં બિમારીથી કંટાળી આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

14 September 2018 03:46 PM
Jamnagar

છાતીમાં દુ:ખાવો ઉપડતા સડોદરના વૃઘ્ધનું મૃત્યુ

Advertisement

જામનગર તા.14
જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક આધેડે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ લઇ જીવાદોરી ટુકાવી લીધુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે જામજોધપુર તાલુકાના સડોદર ગામે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બિમારીમાં સપડાયેલા જામનગરના પ્રૌઢે પણ સારવાર દરમિયાન અંતિમ શ્ર્વાસ ખેંચ્યા હતાં.
જામનગરમાં અને જિલ્લાભરમાં અપમૃત્યુના વધુ ત્રણ બનાવો સામે આવ્યા છે. જેમાં નાગનાથ ગેઇટ પાસે આવેલ કુંભારવાડા વિસ્તારમાં રહેતા બાબાલાલ બચુભાઇ મકવાણા (ઉ.વ.46) નામના આધેડએ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લઇ જીવાદોરી ટુકાવી લીધી હતી. આ બનાવ અંગે તેનાભાઇએ જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકનો કબ્જો સંભાળ્યો હતો. મૃતકે ઘણા વર્ષો પહેલા ગળાના કાકડાનું તથા પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. છતાં પણ સતત દુ:ખાવો રહેતો હોવાથી આખરે કંટાળીને તેમને અંતિમ પગલુ ભરી લીધુ હોવાનું જાહેર થયું હતું. જ્યારે દિગ્વીજય પ્લોટ શેરી નં.40 પવનચકકી પાસે રહેતા રાજેશભાઇ ઇશ્ર્વરદાસ અગ્રાવત ડાયાબીટીશની બિમારી સબબ જી.જી. હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જોકે તેઓને છેલ્લા ચાર વર્ષથી હૃદય તથા કિડનીની બિમારી હોય દરમિયાન સારવાર હેઠળ તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે અપમૃત્યુનો ત્રીજો બનાવ જામજોધપુર તાલુકાના સડોદર ગામે ઓધવજીભાઇ બેચરજીભાઇ તાળાને છાતીમાં દુ:ખાવો ઉપડતા જામનગર ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.


Advertisement