ગુજરાતમાં સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની મિટીંગ: ભાઇચારો દેખાયો

14 September 2018 03:45 PM
Jamnagar
  • ગુજરાતમાં સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની મિટીંગ: ભાઇચારો દેખાયો

ગણેશોત્સવના આયોજકોએ તાજીયા માટે સહકાર આપવાની કરેલી જાહેરાતને બિરદાવાઇ

Advertisement

જામનગર તા.14:
જામનગરમાં ગણેશોત્સવ અને મહોર્રમની ઉજવણીનો આ વર્ષે પણ સંગમ થઇ ગયો છે ત્યારે જામનગર શહેરના સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં આ વિસ્તારના મુખ્ય ગણેશોત્સવના આયોજક અને મુસ્લિમ આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની મિટીંગ યોજવામાં આવી હતી.
આ મિટિંગમાં મુસ્લિમ અને હિન્દુ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આ મિટિંગ દરમ્યિાન ચાંદીબજારમાં આવેલ ગણેશ મરાઠા મંડળના પ્રમુખ દિપકભાઇ યાદવ અને મેહુલ જગદલે દ્વારા તાજીયા (મહોર્રમ) નિમિતે પંડાલ વહેલા ખોલાશે અથવા તાજીયાને રાખવા માટે જગ્યા અપાશે તેવું જાહેર કર્યું હતું. આ સાંભળી ઉપસ્થિત તમામે તેઓની ખેલદિલી અને ભાઇચારાની ભાવનાને બિરદાવી હતી.
આ બેઠકમાં સીટી એ ડીવીઝનના પો.ઇન્સ. બુવળે સહકાર આપ્યો હતો. મિટિંગમાં વાઘેર સમાજના પૂર્વ પ્રમુખ મહેબુબભાઇ મકવાણા શહેર કોંગ્રેસ લઘુમતી મોરચાના મહમદ અબરાર ગજીયાએ હાજર રહી સુચન કર્યા હતાં.


Advertisement