શિતલ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક દિનની ઉજવણી

14 September 2018 02:52 PM
Jamnagar Business
Advertisement

જામનગર તા.14: જામનગરની શિતલ શૈક્ષણિક સંકુલ શાળામાં શિક્ષક દિનની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી.
સ્વયંશિક્ષણ વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવ્યું વિદ્યાર્થીઓએ જાતે પોતાના ભણાવવાના વિષયો નકકી કર્યા અને તેને વર્ગખંડમાં વિશિષ્ટ રીતે રજુ કર્યા હતાં. આ તકે જામનગરના શ્રેષ્ઠ શિક્ષકો ભાનુબેન જોશી તેમજ ચમનભાઇ વસોયાને મોમેન્ટો આપી સંસ્થા દ્વારા સન્માનિત કરાયા હતાં. તેમજ સંસ્થાના ચેરમેન ધનરાજભાઇ કંડોરીયાએ પોતાના શિક્ષક શારદા મંદિર સ્કૂલના નિવૃત શિક્ષક ઇશ્ર્વરભાઇ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય (ધ્રોલ)ના ટ્રસ્ટી અને બાણુગારના નિવૃત પ્રિન્સિપાલ બી.જી. કાનાણી ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય હિરેનભાઇ ભટ્ટએ જહેમત ઉઠાવી હતી. અને ટ્રસ્ટી ધનરાજભાઇ, હરીશભાઇ કંડોરીયા તેમજ જયભાઇ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની પંડયા ઇશાએ કર્યુ હતું.


Advertisement