મોરબીમાં નવયુગ ગ્રુપે કેરિયર એકેડમી શરૂ કરી

14 September 2018 02:28 PM
Morbi
  • મોરબીમાં નવયુગ ગ્રુપે કેરિયર એકેડમી શરૂ કરી

Advertisement

મોરબીના નવયુગ સ્કૂલ પરીવાર દ્વારા ગઇકાલે ગણેશ ચતુર્થીના દિવસે વિદ્યાર્થીઓને યોગ્ય માગઁદશઁન મળી રહે તે માટે કેરિયર એકેડમી શરૂ કરી ઓફીસનો સંસ્થાના સુપ્રિમો પી.ડી.કીંજીયાના હસ્તે શુભારંભ કરાયો હતો.આગામી લાભપંચમીથી એકેડમીન્ પૂણઁ રૂપે શરૂ કરી વિદ્યાર્થીઓને મૂંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ કરશે.
પી.ડી. કાંજીયા એ જણાવ્યું છે કે મોરબીમાં શૈક્ષણિક સંસ્થાઓ તો અનેક છે પરંતું કારકિર્દી કઇ દિશામા બનાવવી તેનું માગઁદશઁન આપી ઘડતર કરાવીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તેમજ ઓપન સ્કૂલ માટે કોઈ જ સુવિધા નથી એ સંજોગોમાં નવયુગ ગ્રુપ દ્વારા આ અનોખી પહેલ કરી ખાસ એકેડમી શરૂ કરવામાં આવી છે જેની ઓફિસ આજથી ખુલ્લી મુકીએ છીએ.
નવયુગ નવયુગ કિડ્સ, નવયુગ સ્કિલ અને નવયુગ કેરિયર એકેડમીમાં કિડ્સથી લઈ મોટા વિદ્યાર્થીઓ માટે કાઉન્સિલિંગ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ ન થઈ શકનાર વિદ્યાર્થીઓ માટે ઓપન સ્કૂલ, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ગુજરાતી અને ઈંગ્લીશ મીડીયમ ટ્યુશન કલાસીસ, સ્પર્ધાતમ પરીક્ષાઓની તૈયારી, સી.એ. સી.એસ.ની તૈયારીઓ, એકાઉંટિંગ, સીરામીક ડિઝાઇનિંગ, એક્સપોર્ટ - ઇમ્પોર્ટસ સહિતના વિવિધ પ્રોફેશનલ કોર્ષ પણ કરવવામાં આવશે.આ માટે શૈક્ષણિક ક્ષેત્રે મોરબીના નામાંકિત નવયુગ ગ્રુપ દ્વારા રવાપર રોડ સ્થિત ઓમ શાંતિ કોમ્પ્લેક્સ ખાતે આ નવયુગ કિડ્સ, નવયુગ સ્કિલ અને નવયુગ કેરિયર એકેડમીનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ તકે શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ)


Advertisement